Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ભારતના સામાન્ય સ્થિતિના ટેક્સી ચાલક રણજીત સોમરાજનને દુબઈમાં ૪૦ કરોડની લોટરી લાગી: જેકપોટ જીત્યો: ત્રણ વર્ષથી લોટરીની ટિકિટ ખરીદતો હતો: સપનામાં પણ વિચાર્યું ન હતું કે જેકપોટ લાગશે

કેરળના રણજીથ સોમરાજન નામની વ્યક્તિને  દુબઈમાં ૪૦ કરોડની લોટરી લાગી છે.. ત્રણ વર્ષથી તે લોટરીની ટિકિટ ખરીદતો હતો પણ સપનામાં પણ વિચાર્યું ન હતું કે જેકપોટ લાગશે તેમ તેણે કહ્યું હતું.

ન્યૂઝ એજન્સી ખલીજ ટાઇમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેરળના સોમરાજન, જે અબુધાબીમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે, તેણે સંયુક્ત આરબ અમીરાતના રેફલ ડ્રોમાં ૨૦  મિલિયન દિરહામ (આશરે ૪૦ કરોડ રૂપિયા) નો જેકપોટ જિત્યો છે. ન્યૂઝ એજન્સી ખલીજ ટાઇમ્સના અહેવાલ મુજબ ૩૭ વર્ષીય સોમરાજન અને અન્ય નવ સાથીઓને ઇનામના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા.

સોમરાજનને મિત્રો અને પ્રિયજનોના અસંખ્ય અભિનંદન કોલ આવ્યા.  તેમણે કહ્યું કે પાછલા કેટલાક વર્ષોમાં તેમના માટે જીવન મુશ્કેલ બન્યું હતું અને તે થોડા સારા પગારની નોકરી મળે તેવી  આશા રાખતો  હતો.

“હું અહીંથી વર્ષ ૨૦૦૮માં આવ્યો હતો. મેં દુબઈ ટેક્સી અને વિવિધ કંપનીઓ સાથે ડ્રાઇવર તરીકે કામ કર્યું હતું.  ગયા વર્ષે, મેં એક કંપનીમાં ડ્રાઇવર-કમ-સેલ્સમેન તરીકે કામ કર્યું હતું, પરંતુ મારા પગારમાં કપાત સાથે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો હતો, તેમસોમરાજને કહ્યું.  સોમરાજન એ નવ લોકો સાથે રકમ વહેંચી લેશે જેમને તે તાજેતરમાં પ્રથમ વખત જ મળ્યો હતો. તસ્વીરમાં સોમરાજન તેના પુત્ર અને પત્ની સાથે પોતાની ટેક્સીમાં નજરે પડે છે.

(12:00 am IST)