Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ફડવીસના એક નિવેદનથી રાજકીય ગરમાવો

મહારાષ્ટ્રમાં ફરી ભાજપ - શિવસેના સરકાર ?

રાજનીતિમાં કોઇ કિન્તુ પરંતુ નથી હોતુ- ભાજપ અને શિવસેના દુશ્મન નથી, જો કે મતભેદ છે - ફડણવીસ

મુંબઇ તા. ૫ : ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું કે તેમની પાર્ટી અને પૂર્વ સહયોગી શિવસેના દુશ્મન નથી. જો કે તેમને કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે અને કહ્યું કે રાજનીતિમાં કિન્તુ પરંતુ નથી હોતુ. જયારે તેમને પુછવામાં આવ્યું કે શું બે લોકો પૂર્વ સહયોગિઓ ફરી એક સાથે જોવા મળશે. તો ફડણવીશે કહ્યું કે સ્થિતિના આધાર પર 'યોગ્ય નિર્ણય લેવામાં આવશે.' તેમના આ જવાબથી રાજકારણમાં અટકળો શરુ થઈ છે જેમાં બન્ને પાર્ટીઓ એક વાર ફરી સાથે આવી શકે છે.

ગૃહ મંત્રી અમિત શાહની સાથે તેમની હાલની બેઠક અને ભાજપ અને શિવસેનાને ફરી એક સાથે આવવાની સંભાવના અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે રાજનીતિમાં કોઈ કિન્તુ પરંતુ નથી હોતુ. પરિસ્થિત પ્રમાણે નિર્ણય લેવાશે. તેઓ મહારાષ્ટ્રમાં વિધાનમંડળના મોનસૂન સત્રની પૂર્વ સંધ્યા પર સંવાદદાતાઓ સાથે સમ્મેલન સંબોધિત કરી રહ્યા હતા.

પૂર્વ સીએમએ કહ્યું કે ભાજપ અને શિવસેના દુશ્મન નથી. જો કે મતભેદ છે. સ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય પણ લઈ શકાય છે. તેમણે આગળ કહ્યું કે મારા મિત્ર (શિવશેના વાંચો) એ અમારી સાથે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી લડી. પરંતુ ચૂંટણી બાદ તેમણે (શિવસેના) તે લોકો(કોંગ્રેસ અને એનસીપી) ની સાથએ હાથ મિલાવ્યો જેની વિરુદ્ઘ અમે ચૂંટણી લડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઠાકરેએ ગત મહિને દિલ્હીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી સાથે અલગ મુલાકાત કરી હતી. આની પહેલાના દિવસમાં શિવસેના સાંસદ સંજય રાઉતે શનિવારે ભાજપ નેતા આશીષ શેલારની સાથે પોતાની મુલાકાત અંગે અટકળોને ફગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. શિવસેનાના પ્રવકતાએ કહ્યું હતુ કે અમારી વચ્ચે રાજનીતિક અને વૈચારિક મતભેદ હોઈ શકે છે. પરંતુ અમે સાર્વજનિક કાર્યક્રમોમાં આમને સામને આવીએ છીએ તો અભિવાદન જરુર કરીશું. હું શેલાર સાથે બધાની સામે કોફી પીઉ છુ.

(10:43 am IST)