Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

મહિન્દ્રાએ નવી BSIV કન્સ્ટ્રકશન ઇકિવપમેન્ટ રેન્જ પ્રસ્તુત કરી

પૂણે,તા. ૫: મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડએ આજે એના નિર્માણ ઉપકરણ વ્યવસાયના નેજાં હેઠળ મોટર ગ્રેડ મહિન્દ્રા રોડમાસ્ટર G9075 & G9595 તથા બેકહો લોડર – મહિન્દ્રા અર્થ માસ્ટર SX,VX પ્રસ્તુત કરવાની સાથે BSIVનું પાલન કરતા એ નિર્માણ ઉપકરણ પ્રસ્તુત કર્યા હતા.

આ પ્રસંગે મહિન્દ્રા ટ્રક એન્ડ બસ એન્ડ કન્સ્ટ્રકશન ઇકિવપમેન્ટના બિઝનેસ હેડ જલજ ગુપ્તાએ કહ્યું હતું કે, 'અમારા ગ્રાહકો માટે સમૃદ્ઘિની ગેરેન્ટી આપવા નિર્માણ ઉપકરણ વ્યવસાય માટે અમારા બ્રાન્ડના ઉદ્દેશને જાળવીને અમે મહિન્દ્રા અર્થમાસ્ટર બેકહો લોડર્સની અમારી BSIV રેન્જ પ્રસ્તુત કરી છે. અમે ચેલેન્જર બ્રાન્ડ છીએ તથા અમારો ઉદ્દેશ અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સમાધાનો પ્રસ્તુત કરવાનો છે, જે ઊંચી વિશ્વસનિયતા ધરાવતા હોય તથા માલિકી અને કામગીરીનો ઓછો ખર્ચ ધરાવતા હોય, જેથી તેમની ઉત્પાદકતા અને નફાકારકતા વધે.'

MCE BSIVના સંપૂર્ણ રેન્જ મજબૂત આઇમેકસ ટેલીમેટિકસ સમાધાન ધરાવશે, જે ગ્રાહકોને કેટેગરીમાં અન્ય ઉપયોગી ખાસિયતો સાથે ડાઇગ્નોસ્ટિક (ખામીની જાણકારી), પ્રોગ્નોસ્ટિક (ખામીનો સંકેત) અને પ્રીડકિટવ ફ્લીટ મેનેજમેન્ટ (કાફલાનું ભવિષ્યલક્ષી વ્યવસ્થાપન) પ્રદાન કરશે. કંપનીની પરિવર્તનકારક સેવાઓ પ્રદાન કરવાની માન્યતા પર ખરાં ઉતરીને અમે શ્રેષ્ઠ કામગીરી, ઊંચા અપટાઇમ તથા કામગીરી અને માલિકીના ઓછા ખર્ચની અમારી ખાતરીને પ્રતિપાદિત કરીએ છીએ, જેથી ગ્રાહકોને વધારે નફો થશે.

મહિન્દ્રા કન્સ્ટ્રકશન ઇકિવપમેન્ટ (MCE) ખરાં અર્થમાં ઇન્ડિયન કન્સ્ટ્રકશન ઇકિવપમેન્ટ બ્ચ્પ્ છે, જે વર્ષ ૨૦૧૧થી ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા કસ્ટમાઇઝ મશીનોનું ડિઝાઇન કરીને એનું ઉત્પાદન કરે છે. MCE સુનિશ્ચિત ઊંચા નફાની પરિવર્તનકારક કસ્ટમર વેલ્યુ પ્રદાન કરવા કટિબદ્ઘ છે અને બેકહો લોડર્સ, અર્થમાસ્ટર અને મોટર ગ્રેડર્સ, રોડમાસ્ટર (૧૭ ટકા બજારહિસ્સો)ની બહોળી રેન્જ ધરાવે છે. અત્યારે ૭૦૦૦થી વધારે અર્થમાસ્ટર અને ૭૦૦થી વધારે રોડમાસ્ટર ગ્રાહકોને તેમના ૨૪*૭ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ સાથે ખુશ છે તથા વાજબી ખર્ચ સાથે દેશનું નિર્માણ કરવા કટિબદ્ઘ છે, જે ઇકોસિસ્ટમમાં વધારે સમૃદ્ઘિ તરફ દોરી જશે.

(10:18 am IST)