Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

તંદુરસ્ત હૃદય માટે તંદુરસ્ત તેલ પામતેલ

પામ તેલમાં ૫૦% સેચ્યુરેટેડ ફેટ્ટી એસિડ્ઝ (એસએફએ), ૪૦% મોનોસેચ્યુરેટેડ ફેટ્ટી એસિડ (એમયુએફએ) અને ૧૦% પોલીસેચ્યુરેટેડ ફેટ્ટી એસિડ (પીયુએફએ)નો સમાવેશ કરે છે

નવી દિલ્હી,તા. ૫: તેલ અને ફેટ્સનો ઉર્જા પૂરી પાડવા અને ખોરાકના સ્વાદમાં વધારો કરવા માટે રોજ રાંધવાની તૈયારીમાં ઉપયોગ થાય છે.  વિવિધ પ્રકારના તેલીબિયા અને વનસ્પતિ તેલ તેમજ પ્રાણીઓની ફેટ્સ (ચરબી) એ આ ફેટ્સના એક સ્ત્રોત તરીકે ગરજ પૂરી પાડી છે. આમાંથી, પામ તેલ વર્ષોથી વિશ્વમાં સર્વસામાન્ય રીતે રીતે વપરાતી ફેટ છે.

પામ તેલ કોડેકસ એલિમેન્ટેરિયસ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન(એફએઓ) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) દ્વારા માનવીય વપરાશ માટે ટાંકવામાં આવેલ ૧૭ ખાદ્ય તેલમાંનું એક છે. પામ તેલમાં ૫૦% સેચ્યુરેટેડ ફેટ્ટી એસિડ્ઝ (એસએફએ), ૪૦%  મોનોસેચ્યુરેટેડ ફેટ્ટી એસિડ (એમયુએફએ) અને ૧૦%  પોલીસેચ્યુરેટેડ ફેટ્ટી એસિડ (પીયુએફએ)નો સમાવેશ કરે છે.

અનેક માનવીય અભ્યાસોમાં બહાર આવ્યુ છે કે પામ તેલની કુલ ચરબી સ્તર પર તટસ્થ અસર થાય છે અને અનસેચ્યુરેટેડ તેલોની સાથે તુલના થઇ શકે છે. પામ તેલનો કેટલાક હૃદયના આરોગ્ય ફાયદાઓ સાથે ઓલિવ તેલના પૂરક તરીકે સુરક્ષિત રીતે ઉપયોગ થઇ શકે છે. તેમા પોલીસેચ્યુરેટેડથી સમૃદ્ઘ તેલની તુલનામાં ઈઊચા પ્રમાણમાં ઓકેટીડેટીવ સ્થિરતા રહેલી છે અને નુકસાનકારક અસંખ્ય ફેટ્ટી એસિડથી કુદરતી રીતે મુકત છે.

પામ તેલના ફાયદાઓ તે વનસ્પતિ તેલ તેથી ચરબી મુકત હોય છે પામ તેલ ટ્રાન્સ (ફેટ્ટી એસિડ) મુકત હોય છે કે કે તેમાં હાઇડ્રોજેનેશનની જરૂર રહેતી નથી પામ તેલમાં કુદરતી એન્ટીઓકસીડન્ટસ વિટામીન ચ્દ્ગટ સમાવેશ થાય છે. તે તળેલા ખોરાક ઉત્પાદનોના પાછળના આયુષ્યને વધારવામાં મદ કરે છે. પામ તેલ અત્યંત કરકસરયુકત અસરકારક અને સ્પર્ધાત્મક રીતે ઓછી કિંમતનું છે. પામ તેલ એ બિન-મોસમી અને સમગ્ર વર્ષ દરમિયાન ઉપલબ્ધ રહે છે. વધુમાં તે ટકાઉ ખેતીલાયક પ્રેકિટસીસને પ્રોત્સાહન આપે છે.

મલેશિયન પામ તેલ કાઉન્સિલના સીઇઓ ડેટો ડો. ઝાવાવી વેન ઇસ્માઇલે ઉમેર્યું હતુ કે અમારો મુખ્ય ઉદ્દેશ તેની અસંખ્ય શકિત અને ફાયદાઓને સમજણ પૂરી પાડીને પામ તેલ વિશેની સમજણમાં સુધારો કરવાનો છે. ભારતમાં અમારી ભાગીદારી દ્વારા ભારતીય વનસ્પતિ તેલ ક્ષેત્રમાં મલેશિયન પામ તેલ વિશે જાગૃત્ત્િ। અમારે પેદા કરવી છે. માર્કેટ કવરેજ, પોષણયુકત ફાયદાઓ, પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ અને વ્યાપારી સફળતાની દ્રષ્ટિએ અત્યંત પ્રભાવ ધરાવતા વનસ્પતિ તેલ તરીકે મલેશિયન પામ તેલને સુરક્ષિત કરવાની અમે ઇચ્છા રાખીએ છીએ.

(10:19 am IST)