Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

આસામમાં વસતિ વધારા ઉપર નિયંત્રણ માટેનો માર્ગ મોકળો : મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાયેલા 150 મુસ્લિમ મહાનુભાવો સાથે ચર્ચા કરી : તમામે સંમતિ આપી : અલ્પ સંખ્યકોના વિકાસ માટે 8 કમિટી બનાવાશે જેમાં મુસ્લિમોને પણ સ્થાન અપાશે

ગોહાટી : આસામને દેશના અગ્રણી 5 રાજ્યોમાં સ્થાન અપાવવામાં વસતિ વિસ્ફોટ બાધારૂપ હોવાથી તેના ઉપર નિયંત્રણ લાવવા મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાયેલા 150 મુસ્લિમ મહાનુભાવો સાથે ચર્ચા કરી હતી. જેમાં લેખકો ,ડોક્ટરો  ,કલાકારો ,ઇતિહાસવિદો ,તથા પ્રોફેસરો સહિતના બુદ્ધિજીવીઓએ સંમતિ આપતા હવે આસામમાં વસતિ વધારા ઉપર નિયંત્રણ માટેનો માર્ગ મોકળો થયો છે.

ચર્ચા દરમિયાન નક્કી કરાયા મુજબ અલ્પ સંખ્યકોના વિકાસ માટે 8 કમિટી બનાવાશે જેમાં મુસ્લિમોને પણ સ્થાન અપાશે . આ કમિટીઓ 3 મહિનામાં રિપોર્ટ આપશે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(10:41 am IST)