Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

૨૪ કલાકમાં ૩૯,૭૨૬ કેસ ૭૨૩ સંક્રમિતોના મોત

ભારતમાં કોરનાની બીજી લહેર ધીમી પડી છે અને કોરોનાના કેસ પણ સતત ઘટી રહ્યા છેઃ કોરોનાને મ્હાત આપનારા દર્દીની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે

નવી દિલ્હી, તા.૫: ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત દ્યટી રહ્યા છે. દેશમાં સતત સાતમા દિવસે ૫૦ હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૩.૦૭૧ નવા કેસ આવ્યા હતા અને ૪૨,૩૫૨ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જયારે ૭૨૩ સંક્રમિતોના મોત થયા હતા.   

 દેશમાં સતત ૫૨માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. ૪ જુલાઈ સુધી દેશભરમાં ૩૫ કરોડ ૨૮ લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૬૭ લાખ  ૮૭ હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૪૧ કરોડ ૯૭ લાખ ૭૭ હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે ૧૫ લાખ ૨૨ હજારથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે ૩ ટકા કરતાં વધારે હતો.

કઈ તારીખે કેટલા કેસ નોંધાયા

તારીખ      કેસ     મોત

૧   જુલાઈ  ૪૮,૭૮૬       ૧૦૦૫

૨   જુલાઈ  ૪૬,૬૧૭       ૮૫૩

૩   જુલાઈ  ૪૪,૧૧૧       ૭૩૮

૪      જુલાઈ  ૪૩,૦૭૧       ૯૫૫

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ

કુલ કોરોના કેસ : ત્રણ કરોડ ૫ લાખ ૮૫ હજાર ૨૨૯, કુલ ડિસ્ચાર્જઃ બે કરોડ ૯૭ લાખ ૪૩૦, કુલ એકિટવ કેસ - ૪ લાખ ૮૨ હજાર ૦૭૧ કુલ મોતઃ ૪ લાખ ૨ હજાર ૭૧૮,કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે.

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર ૧.૨૩ ટકા છે જયારે રિકવરી રેટ અંદાજે ૯૬.૯૨ ટકા છે. એકિટવ કેસ ઘટીને ૩ ટકાથી ઓછો થયો છે. કોરોના એકિટવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જયારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓકટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યકત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.

 

(11:06 am IST)