Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

EDની કાર્યવાહી ટાળવા અનિલ દેશમુખ સુપ્રિમ કોર્ટના શરણે

આ પહેલા તેમણે વય, માંદગી અને કોરોનાને ટાંકીને પૂછપરછ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી

મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઈડી દ્વારા ત્રીજી વખત સમન મોકલવામાં આવ્યું છે. તેમને 5 જુલાઇએ ઇડી ઓફિસમાં હાજર રહેવા જણાવ્યું છે. પરંતુ ઇડીની કાર્યવાહી ટાળવા માટે અનિલ દેશમુખ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. અનિલ દેશમુખના વકીલ ઈન્દરપાલસિંહે આ માહિતી આપી છે. તેમની વિરુદ્ધ કાર્યવાહી અટકાવવા અપીલ કરતાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

અનિલ દેશમુખને અગાઉ પણ બે વખત સમન અપાયું હતું. પહેલા તેમણે વય, માંદગી અને કોરોનાને ટાંકીને પૂછપરછ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. આ પછી તેમણે 7 દિવસ માટે મુલતવી રાખવા જણાવ્યું હતું. આ મોકૂફી સોમવારે એટલે કે 5 જુલાઈના રોજ સમાપ્ત થાય છે. તેથી ઈડીએ તેમને શનિવારે સમન્સ પાઠવ્યું હતું અને સોમવારે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

(12:24 pm IST)