Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

મુંબઈ-પુણે એક્સપ્રેક્સ વે ત્રિપલ અકસ્માત : બાળક સહીત એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણમોત

કન્ટેનર ટ્રકે આગળ જતી કારને ટક્કર મારતા કાર આગળ ચાલતી બીજી ટ્રક સાથે અથડાઈ

મુંબઈ-પુણે એક્સપ્રેક્સ વે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હતા. 

મુંબઈ-પુણે એક્સપ્રેક્સ વે પર એક બેકાબૂ કન્ટેનર ટ્રકે તેની આગળ જતી કારને ટક્કર મારી હતી જેને કારણે કાર બેકાબૂ થઈ હતી અને આગળ ચાલી રહેલી બીજી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી.

 કન્ટેન્ટર કારને કચડીને આગળ નીકળી ગયું અને થોડી વારમાં પલટી ખાઈ ગયું. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં આગ લાગી હતી અને આખી સળગી થઈ હતી જેમાં કારમાં સવાર જેકની, તેની પત્ની લુઈસા અને 4 વર્ષના પુત્ર સળગી મર્યાં હતા. કન્ટેનરના ચાલકને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

આ આખી ઘટના આગળ ચાલી રહેલા એક ટ્રકના પાછળના કેમેરામાં ઝપડાઈ હતી. અકસ્માતનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયો જોઈ પણ ન શકાય તેટલો હૃદયદ્રાવક હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ટ્રક ચાલકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

(12:43 pm IST)