Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ઓહોહો...જમા કરી ભૂલી ગયા લોકોઃ ૮૨૦૨૫ કરોડ 'ઘર જમાઈ'

રોકાણકારોના ૮૨૦૨૫ કરોડ રૂ. બેન્કો, વિમા કંપનીઓ, પ્રોવિડન્ડ ફંડ, મ્યુચ્યુઅલ ફંડમાં અનકલેઈમ્ડ સ્વરૂપે પડયા છે : બેન્કોમાં રૂ. ૧૮૩૮૧ કરોડ, વિમા કંપનીઓ પાસે રૂ. ૧૫૧૬૭ કરોડ, મ્યુ. ફંડમાં ૧૭૮૮૦ કરોડ અને પીએફ ખાતાઓમાં ૨૬૪૯૭ કરોડની રકમ દાવા વગર પડી છે

નવી દિલ્હી, તા. ૫ :. એક અનુમાન મુજબ રોકાણકારોના રૂ. ૮૨૦૨૫ કરોડ બેન્કો, વિમા કંપનીઓ અને પ્રોવિડન્ડ ફંડના ખાતામાં 'ઘર જમાઈ' એટલે કે અનકલેઈમ્ડ સ્વરૂપે પડયા છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડ નિવેશ પણ સામેલ છે. જે અંગે કોઈને ખબર નથી અને અનેક વર્ષોથી ડિવિડન્ડને પણ ઉપાડવામાં આવ્યુ નથી. આ રકમ પર ૬ ટકાના વ્યાજના હિસાબથી રોકાણકારોને દર વર્ષે રૂ. ૪૯૦૦ કરોડ અને રોજ લગભગ ૧૪ કરોડ રૂપિયાનું નુકશાન થઈ રહ્યુ છે. જો આ રકમ પર ૧૦થી ૨૫ વર્ષની અંદર દાવો ન થાય તો તેને ઈન્વેસ્ટર એજ્યુકેશન ફંડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

રીઝર્વ બેન્કના આંકડા અનુસાર ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી બેન્ક ખાતાઓમાં ૧૮૩૮૧ કરોડ રૂ.ની અનકલેઈમ્ડ એમાઉન્ટ જમા હતી આમાથી મોટા ભાગની રકમ ૪.૭૪ કરોડ ડોરમેટ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમા હતી. જો કોઈ ખાતામાં બે વર્ષ સુધી કોઈ લેવડદેવડ ન થાય તો તે ડોરમેન્ટ એટલે કે અનઓપરેટીવ થઈ જાય છે. ૪૮૨૦ કરોડ રૂ. મેચ્યોર્ડ ફીકસ અને બીજા ડીપોઝીટસમાં પડી છે. જો ૧૦ વર્ષમાં આ અનઓપરેટીવ રહે તો આ પૈસાને ડીપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમા ટ્રાન્સફર કરી દેવાય છે. આ જ પ્રકારે મેચ્યુરીટી બાદ ડીપોઝીટ વિધઆઉટ ઓટો રીન્યુ પર વ્યાજ મળવાનુ બંધ થાય છે.

આ જ પ્રકારે ૧૫૧૬૭ કરોડ રૂપિયાની રકમ વિમા કંપનીઓ પાસે પડી છે. જેના પર દાવો કરવાવાળુ કોઈ નથી. આમાથી ૭૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ એલઆઈસી પાસે જમા છે. જો ૧૦ વર્ષ સુધી તેના પર કોઈ દાવો ન થાય તો આ ફંડ સિનીયર સીટીઝન, વેલ્ફેર ફંડમાં ચાલ્યુ જાય છે. સારી વાત એ છે કે ઈરડાએ બધી વિમા કંપનીઓને ૧૦૦૦ રૂ.થી વધુ અનકલેઈમ્ડ રકમ અંગે માહિતી ડીસ્પ્લે કરવાનું ફરજીયાત બનાવ્યુ છે.

મ્યુ. ફોલીયોમાં ૧૭૮૮૦ કરોડની રકમ દાવા વગર જમા છે. જો સાત વર્ષ સુધી ડિવીડન્ડ અને રીડમ્પશન ઉપર દાવો ન થાય તો આ પૈસા ઈન્વેસ્ટર એજ્યુકેશન ફંડમાં ચાલ્યા જાય છે. આમાથી ૧૧૦૦ કરોડ રૂપિયાની રકમ ડિવિડન્ડ અને રીડમ્શનની છે.

પીએફ એકાઉન્ટમાં ૨૬૪૯૭ કરોડ રૂ.ની રકમ જમા છે. નવા નિયમ અનુસાર આ ફંડ પર કોઈ વ્યાજ નહિ મળે જો સાત વર્ષ બાદ કોઈ દાવો ન થાય તો ઈપીએફઓ તેને સિનીયર સીટીઝન વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરી દે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોકાણકારે પોતાના રોકાણ અંગે પરિવારને જણાવવુ જોઈએ કે જેથી પૈસા પરત મળી શકે.

(3:09 pm IST)