Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

રામ મંદિરની આસપાસ નહીં અને બહુમાળી ઈમારતો

નો ફલાઈંગ ઝોનનો કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યોઃ પાયા ભરવાનું કામ ઓકટોબરમાં પૂર્ણ

અયોધ્યા, તા. ૫: ભગવાન શ્રી રામ મંદિરની ભવ્યતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી રામ જન્મભૂમિ પરિસરની આસપાસ  ઊંચા અને નવા ભાવનોના નિર્માણ પર રોક લગાવવામાં આવી છે.

રામ મંદિરના પાયા ભરવાનું કામ ઓકટોબર સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અયોધ્યા વિકાસ પ્રાધિકરણ બોર્ડના સચિવ આર પી સિંહના જણાવ્યા પ્રમાણે, રામ જન્મભૂમિ પરિસરના ૧૦૦ મીટરના પરિઘમાં નવા ભવનના નિર્માણ પર પૂર્ણ રીતના રોક લગાવી દેવામાં આવી છે. જુના ભાવનો પણ તેની ઊંચાઈ નહીં વધારી શકે. રામલલ્લા પરિસરની ૩૦૦ મીટર પરિધિમાં બહુમાળી ઇમારતો એટલે કે ૧૨.૫૦ મીટરથી ઊંચા ભવનના નિર્માણ પર હેરિટેજ નિયમોનુસાર અંતર્ગત રોક લગાવવામાં આવી છે.

તેમજ રામજન્મભૂમિ પરિસરની સુરક્ષા માટે બનાવાયેલી સ્થાયી સમિતિ તેના પરથી હવાઈ જહાજ, હેલીકોપટર અને ડ્રોન ઉડાડવા માટે નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલી ચુકી છે.

પરકોટાની ડિઝાઇન પર વિચારણા

પરિસરની સુરક્ષાને ધ્યનમાં રાખી દક્ષિણ શૈલી પર પરકોટા બનાવવામાં આવશે. પાંચ એકરના ક્ષેત્રમાં બનનારા પરકોટાની એક ડઝન આર્કિટેકટ ડિઝાઇન તૈયાર કરી રહ્યા છે. ટ્રસ્ટ કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગીરીએ જણાવ્યું કે, પિ?મ, દક્ષિણ અને ઉત્તર દિશામાં પરકોટા  ઉપર  ભગવાન શ્રીરામના જીવન ચરિત્ર સાથે જોડાયેલી ૧૦૦૮ કલાકૃતિઓ દર્શાવવામાં આવશે. પરકોટાના ઉપરનો  ભાગ અભેદ કિલ્લાના રૂપમાં બનાવવામાં આવશે.

 રામાયણ સર્કીટથી જોડાશે પ્રમુખ તીર્થસ્થાન

અયોધ્યાના રામાયણ સર્કિટ પર એવા પ્રમુખ તીર્થ સ્થાનોને જોડવામાં અવશેકે જેમાં પર્યટકો દિવસભર એટલેકે ૨૪ કલાકની અંદર ફરીને અયોધ્યા પરત ફરી શકે. અયોધ્યાથી બૌદ્ધ સર્કિટ ૧,૧૧૬ કિલોમીટરના અંતરે છે. તેની સાથે જ અવધ સર્કિટ, બૂંદેલખંડ, વિંધ્ય - વારાણસી, વ્રજ, વાઈલ્ડ લાઈફ - ઇકો પર્યટન સર્કિટને પણ જોડવામાં આવશે. યાત્રીઓની વ્યવસ્થા માટે ટુર અને ટ્રાવેલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

(3:29 pm IST)