Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

કામના પ્રેશરથી પર્શનલ લાઈફ પર પડી રહી છે અસર

કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમથી કંટાળી ચુકયા છે કર્મચારીઓ

નવી દિલ્હી, તા .૫: કોરોના મહામારીના પગલે વર્ક ફ્રોમ હોમ એક નવી વ્યવસ્થા બની ગઈ છે. અનેક શહેરોમાં કંપનીઓ દ્વારા વર્ક  ફ્રોમ હોમ કરવામાં આવી ગયું છે. તેવામાં એક સર્વે દરમિયાન ૫૯ ટકા પુરૂષ કર્મચારીઓએ જણાવ્યું કે, કાર્ય સબંધી પ્રેશરના કારણે તેમની નિજી જિંદગી પર અસર પડી રહી છે.

જોબ સાઈટ સ્કિકી માર્કેટ નેટવર્કના સર્વે મુજબ ૫૯ ટકા પુરૂષ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કામમાં પ્રેશરને કારણે તેની નિજી જિંદગી પર પ્રભાવ પડી રહ્યો છે. એવું જ ૫૬૫ મહિલાઓએ પણ જણાવ્યું હતું.  ઘરેથી કામ લીધે  કર્મચારીઓ પર કામનો બોજ વધી રહ્યો છે.  સ્કિકીએ દેશના મહાનગરોમાં ૨૫૦૦ લોકો પર આ સર્વે કર્યો હતો.

આ સર્વેમાં ૨૩ ટકા પુરૂષોએ કાર્યસ્થળના માહોલ વિશે કહ્યું કે, તેઓ કાર્યસ્થળ પર તેમના નિરીક્ષકો પર ભરોશો  કરી શકે છે. જયારે ૨૦ ટકા પુરૂષોનું માનવું હતું કે તેમને કાર્ય સ્થળ પર યોગ્ય સમર્થન નથી મળતું,  એવું જ વિચારનાર મહિલાઓની સંખ્યા ૧૬ ટકા છે. ૬૮ ટકા પુરૂષો અને ૭૭ ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે, ર્વકિંગ કલાકો દરમિયાન ઘણી વાર મન વિચલિત થઇ જાય છે. વધુમાં સર્વેમાં ૫૬ ટકા મહિલાઓએ માન્યું કે પર્શનલ લાઈફ ખતમ થઇ રહી છે. અને ૬૦ ટકા પુરૂષો તેમના ભવિષ્યને લઇ ચિંતિત જોવા મળ્યા હતા.

(3:36 pm IST)