Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

રસીનો ચમત્કાર! કોવિશિલ્ડનો એક જ ડોઝ લીધા બાદ મહિલાની આંખની રોશની પરત આવી ગઇ! ૯ વર્ષથી જીવતી હતી અંધકારમય જીવન

મુંબઇ, તા.૫: કોરોના વેકિસનને લઇને લોકોમાં દ્યણી ગેરસમજ પેદા થઇ છે. મોટી સંખ્યામાં લોકોએ વેકિસન લીધી છે તેમ છતાં એવા લોકોની પણ કમી નથી જે વેકિસનના નામે મોઢુ ફેરવી લે છે. જો કે કેટલીક જગ્યાઓ પર રસી લેનાર લોકોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળ્યાં છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ વેકિસન લીધા બાદ મહારાષ્ટ્રના વાશિમની એક મહિલાની દ્રષ્ટિ પરત આવી ગઇ છે.

વાશિમ જિલ્લાની બેંડરવાડીની ૭૦ વર્ષીય મહિલા મથુરાબાઇ બિડવે ગત ૯ વર્ષથી અંધકારમય જીવન જીવી રહી હતી. મોતિયાના કારણે તેની આંખની કીકી સફેદ થઇ ગઇ અને બંને આંખની રોશની ચાલી ગઇ. મથુરાબાઇ જાલના જિલ્લાના પર્તૂરની રહેવાસી છે. તે પોતાના સંબંધીઓ સાથે રસોદ તાલુકામાં રહે છે.

મથુરાબાઇએ ૨૬ જૂને કોવિશીલ્ડ વેકસીનનો પહેલો ડોઝ લીધો હતો. તેમણે દાવો કર્યો કે તેમની એક આંખની ૩૦થી ૪૦ ટકા રોશની પરત આવી ગઇ. આ વેકસીન લીધાના બીજા દિવસે થયું.

(4:07 pm IST)