Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ભારત લોકશાહી દેશ છે : રાજકીય પાર્ટીઓ દ્વારા થતો એકબીજાનો વિરોધ તમને અનુકૂળ ન લાગતો હોય તો તેની અવગણના કરો : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધની બીજેપીની પિટિશન ફગાવી : કોવિદ -19 વિષે દેશની છબી ખરડાય તેવા વિધાનો કરવા બદલ પાર્ટીની માન્યતા રદ કરવા માંગણી કરી હતી

ન્યુદિલ્હી : કોવિદ -19 વિષે દેશની છબી ખરડાય તેવા વિધાનો કરવા બદલ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન  કરી હતી .જેમાં પાર્ટીની માન્યતા રદ કરવા ચૂંટણી પંચને આદેશ કરવાની માંગણી કરાઈ હતી.

જેના અનુસંધાને જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ભારત લોકશાહી દેશ છે .જ્યાં રાજકીય પાર્ટીઓ એકબીજાનો વિરોધ કરે તે સ્વાભાવિક છે.તમને કોંગ્રેસ પાર્ટી દ્વારા  થતો વિરોધ અનુકૂળ ન લાગતો હોય તો તેની અવગણના કરો.

નામદાર કોર્ટે એડવોકેટ શશાંક શેખર ઝા ને પિટિશન પાછી ખેંચવાનો આદેશ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:38 pm IST)