Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ઇન્ડિગોની શાનદાર ઓફર !

હવે માત્ર ૯૧૫ રૂપિયામાં કરો ૬૩ શહેરોની મુસાફરી !

નવી દિલ્હી,તા.૫: જો તમે પણ હવાઈ મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમે ખુબ જ સસ્તામાં હવાઈ મુસાફરી કરી શકો છો. ઈન્ડિગો પોતાની ૧૫મી વર્ષગાઠ પર ગ્રાહકો માટે ખાસ ઓફર રજુ કરી રહ્યું છે. જે હેઠળ તમે ખુબ જ ઓછા પૈસે મુસાફરી કરી શકો છો. જાણો આ ઓફર વિશે....

ઈન્ડિગોએ આ અંગે જાણકારી આપી છે. કંપનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે આ ઓફર હેઠળ તમે ફકત ૯૧૫ રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકો છો. મુસાફરો ૧ સપ્ટેમ્બર ૨૦૨૧થી ૨૬ માર્ચ ૨૦૨૨ વચ્ચે દ્યરેલુ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો.

વાત જાણે એમ છે કે ઈન્ડિગો પોતાની ૧૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. જે હેઠળ ગ્રાહકોને આ ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફરનો ફાયદો તમે આજથી એટલે કે ૪ ઓગસ્ટથી ઉઠાવી શકો છે. કંપનીના જણાવ્યાં મુજબ આ ઓફરનો બુકિંગ પિરિયડ ૪ ઓગસ્ટથી ૬ ઓગસ્ટનો રહેશે. જયારે ટ્રાવેલિંગ પિરિયડ ૧ સપ્ટેમ્બર ૨૦૨૧થી૨૬ માર્ચ ૨૦૨૨ સુધી રહેશે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે આ ઓફરનો લાભ મળી શકશે. (ઓફરની શરૂઆત ૯૧૫ રૂપિયાથી થાય છે)

આ ઓફર સાથે ગ્રાહકોને HSBC ક્રેડિટ કાર્ડ પર વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. ગ્રાહકોને ૫ ટકા વધારાનું કેશ બેક ડિસ્કાઉન્ટ મળશે જે ૩૦૦૦ રૂપિયાના મિનિમમ ટ્રાન્ઝેકશન પર મળશે. આ કેશબેક ૭૫૦ રૂપિયા સુધી હશે.

આ ખાસ ઓફર સાથે ફાસ્ટ ફોરવર્ડની ૬ચ્ Flex, ૬ચ્ Bagport જેવી સુવિધા ફકત ૩૧૫ રૂપિયાના વધારાના પેમેન્ટ પર મળશે. આ ઉપરાંત ૩૧૫ રૂપિયાની વધારાની ચૂકવણી પર કાર રેન્ટલ સુવિધા પણ મળશે.

 નોંધનીય છે કે આ મુસાફરી અગરતલા, આગ્રા, અમદાવાદ, આઈઝવાલ, અમૃતસર, ઔરંગાબાદ, બગડોરા, બેંગલુરુ, બેલગામ, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, કોઈમ્બતુર, દહેરાદૂન, દિલ્હી, ડિબ્રુગઢ, દીમાપુર, ગયા, ગોવા, ગોરખપુર, ગુવાહાટી, હુબલી, હૈદરાબાદ, ઈમ્ફાલ, ઈન્દોર, જયપુર, જમ્મુ, જોધપુર, જોરહાટ, કન્નૂર, કોચ્ચિ, કોલ્હાપુર, કોલકાતા, કોઝિકોડા, લેહ, લખનૌ, મદુરાઈ, મેંગલુરુ, મુંબઈ, મૈસૂર, નાગપુર, પટણા, પોર્ટ બ્લેર, પ્રયાગરાજ, પુણે, રાયપુર, રાજમુંદરી, રાંચી, શિલોંગ, શિરડી, સિલચર, શ્રીનગર, સૂરત, ત્રિચુરાપલ્લી, તિરુપતિ, ત્રિવેન્દમ, તૂતીકોરિન, ઉદયપુર, વડોદરા, વારાણસી, વિજયવાડા, અને વિશાખાપટ્ટનમથી ટિકિટ બૂક કરાવી શકો છો.

(10:28 am IST)