Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

રશિયાના રેસલર સામે હાર થતાં રવિ દહિયાને સિલ્વર

ભારતીય પુરૂષ રેસલર ઈતિહાસ રચતા ચૂકી ગયો : ફાઇનલમાં રવિ દહિયાનો ૭-૪થી પરાજય થયો, ડેબ્યૂ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવાની સિદ્ધિ મેળવી

ટોક્યો, તા. : ભારતના પુરૂષ રેસલર રવિ કુમાર દહિયા ઈતિહાસ રચવાનો ચુકી ગયો છે. રવિ દહિયાનો ૫૭ કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટની ફાઇનલમાં રશિયા ઓલિમ્પિક સમિતિના રેસલર યૂગુઈવ ઝાવુરી સામે પરાજય થયો છે. પરાજય છતાં રવિ દહિયા સિલ્વર મેડલ કબજે કરવામાં સફળ રહ્યો છે. સાથે ટોક્યોમાં ભારતને પાંચમો મેડલ મળ્યો છે. રવિ કુમાર દહિયા પ્રથમવાર ઓલિમ્પિકમાં રમવા માટે ઉતર્યો હતો. તેણે ડેબ્યૂ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે. ફાઇનલમાં રવિનો -૪થી પરાજય થયો છે. આરઓસીના ઝાવુર ઉગુએવે પ્રથમ રાઉન્ડમાં બે પોઈન્ટ હાસિલ કર્યા અને રવિ પર -૦થી લીડ બનાવી હતી. ત્યારબાદ રવિએ વાપસી કરતા વિરોધી પાસેથી બે પોઈન્ટ મેળવી સ્કોર બરોબર કર્યો હતો.

રેસલિંગની ઇવેન્ટમાં ભારતને ઓલિમ્પિકમાં અત્યાર સુધી મેડલ મળ્યા છે. જેમાં એક સિલ્વર અને બ્રોન્ઝ છે. સાથે રવિ કુમાર ગોલ્ડ જીતી ભારતનો પ્રથમ રેસલર બની શકે છે. પહેલા કેડી જાધવ, સુશીલ કુમારયોગેશ્વર દત્ત, સાક્ષી મલિક ભારત માટે રેસલિંગ ઇવેન્ટમાં મેડલ જીતી ચુક્યા છે. રેસલિંગમાં રવિ કુમાર દહિયાએ ભારતને છઠ્ઠો મેડલ અપાવ્યો છે.

દિગ્ગજ રેસલર સુશીલ કુમાર બાદ રેસલિંગમાં સિલ્વર મેડલ જીતનારો રવિ દહિયા બીજો ભારતીય છે. સુશીલ કુમારે ૨૦૧૨ લંડન ઓલિમ્પિક્સમાં ૬૬ કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પહેલા સુશીલે ૨૦૦૮ બેઈજિંગ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ સુશીલ રેસલિંગમાં બે મેડલ જીતનારો એકમાત્ર ભારતીય રેસલર અને ભારતીય અથ્લેટ છે.

જોકે, બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂએ ટોક્યો ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને સુશીલ કુમારની બરાબરી કરી છે. ૨૦૧૬ રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી સિંધૂએ ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને સાથે તે બે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા અને સુશીલ કુમાર બાદ બીજી એથ્લેટ બની હતી.

(7:58 pm IST)