Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

દિલ્હીમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો: છેલ્લા 24 કલાકમાં નવા 6842 રેકોર્ડબ્રેક કેસ નોંધાયા : વધુ 51 લોકોના મૃત્યુ

મૃતકોની સંખ્યા 6703 થઈ: અત્યાર સુધીમાં 4,09,938 લોકો કોરોના સંક્રમિત: 3,65,866 દર્દીઓ સ્વસ્થ થયાં

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે  નવા રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે દિલ્હી આરોગ્ય વિભાગ તરફથી જાહેર આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 6842 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 51 લોકોના મોત થયાં છે. આ સાથે જ મૃતકોની સંખ્યા 6703 થઈ ગયા છે.સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં 4,09,938 લોકો કોરોના સંક્રમિત થયાં છે અને તેમાં 3,65,866 દર્દીઓ સ્વસ્થ થયાં છે. હાલ દિલ્હીમાં 37,369 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

(12:00 am IST)