Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

રાહુલ ગાંધીએ EVMને ગણાવ્યું MVM: આ મોદી વોટિંગ મશીન છે

ઈવીએમ હોય કે એમવીએમ, આ વખતે ગઠબંધન જીતી રહ્યું છે

પટના,તા.૫: બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી છે. આ કડીમાં બુધવારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અરરિયામાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને નીતીશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, ઈવીએમ, એમવીએમ છે- મોદી વોટિંગ મશીન. પરંતુ બિહારમાં આ વખતે યુવા ગુસ્સામાં છે. તેવામાં ઈવીએમ હોય કે એમવીએમ, આ વખતે ગઠબંધન જીતી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમારો આ એક દિવસનો સંબંધ નથી, પરંતુ જિંદગીભરનો હોવો જોઈએ. તે (પીએમ મોદી) જેટલી નફરત ફેલાવવાનો પ્રયાસ કરે છે એટલું હું પ્રેમ ફેલાવવાનો પ્રયાસ કરુ છું. નફરતને નફરતથી નહીં પરંતુ પ્રેમથી કાપી શકાય છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, કાળા નાણા વિરુદ્ઘ લડાઈ હતી તો દેશની જનતા એટલે કે આપણા કિસાન, નાના દુકાનદાર, મજૂર લાઈનમાં ઉભા હતા? શું તે કાળા નાણા વાળી જનતા હતી? દેશના પ્રધાનમંત્રી જાણે છે કે દેશના લાખો-કરોડો મજૂર દરરોજના પગાર પર જીવે છે. પ્રધાનમંત્રીએ એક મિનિટ વિચાર્યું નહીં કે નોટિસ કે ચેતવણી વગરના લોકડાઉનથી બિહાર અને અન્ય પ્રદેશોના મજૂરોનું શું થશે?

રાહુલ ગાંધીએ કહ્યુ કે, પંજાબમાં ફૂડ પ્રોસેસિંગના કારખાના છે, તેથી ત્યાં યોગ્ય ભાવ મળે છે. તેથી આપણે મકાઈને પ્રોસેસ કરવા માટે ફેકટરી બિહારમાં લગાવવી પડશે. અમારો પ્રયાસ રહેશે કે આ ફેકટરીઓ તમારા ખેતરની પાસે હોય.

હું તમને કહેવા ઈચ્છુ છું કે મહાગઠબંધનની સરકાર બનશે તો તે દરેક ધર્મ, જાતિ, ગરીબ, મજૂર અને દરેક જિલ્લાની સરકાર હશે. આપણે મળીને આ પ્રદેશને બદલવાનું કામ કરીશું. છત્ત્।ીસગઢમાં જયારે ચૂંટણી હતી તો અમે ચૂંટણીની તે બેઠકમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો અમે તમને ૨૫૦૦ રૂપિયા ધાનનો રેટ આપીશું. અમે તે કર્યું.

(9:44 am IST)