Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

બિડેન - ટ્રમ્પના કિસ્મતની ચાવી ૪ રાજ્યો પાસે છે : મત ગણતરી હજુય ચાલુ છે

કૌન બનેગા અમેરિકા કા કિંગ ? જબરૂ સસ્પેન્સ

વોશિંગ્ટન તા. ૫ : અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેજિકલ નંબર છે ૨૭૦. એટલે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી વાર સત્તામાં આવવા અને જો બાઇડનને નવા રાષ્ટ્રપતિ બનવા માટે ઇલેકટોરલ કોલેજના ૫૩૮માંથી ૨૭૦ મત મેળવવા જરૂરી છે. હજુ સુધી આ જાદુઈ નંબરથી બંને ઉમેદવારો હજી દૂર છે.

ઇલેકટોરલ કોલેજના મતના મહત્ત્વનો એ વાત પરથી અંદાજ લગાવી શકાય કે વર્ષ ૨૦૧૬માં ત્રણ મહત્ત્વપૂર્ણ રાજયો- વિસ્કોન્સિન, મિશિગન અને પેન્સિલ્વેનિયામાં માત્ર ૭૦,૦૦૦ મતોએ ટ્રમ્પને જીત અપાવી હતી.

અમેરિકામાં ૫૦ રાજય છે અને દરેક રાજયમાં ઇલેકટોરલ કોલેજ મતની સંખ્યા કેટલી હશે એ ત્યાંની વસ્તીને આધારે નક્કી થાય છે. આથી દરેક રાજય પાસે ઇલેકટોરલ મતની સંખ્યા અલગઅલગ હોય છે.

કેટલાંક રાજયોમાં ટ્રમ્પની જીતની શકયતા એટલી સારી બની છે કે તેમાં બદલાવની સંભાવના ઓછી છે.

બીજી તરફ બાઇડન પણ ઘણાં રાજયોમાં આગળ છે, તેમાં પણ ફેરફાર મુશ્કેલ છે. આ પ્રોજેકશન અને વલણને જોતાં મીડિયાએ ટ્રમ્પ અને બાઇડનને વિજયી જાહેર કરી દીધા છે, જયાં તેઓ આગળ છે.

સત્તાવાર રીતે હજુ કોઈ પણ રાજયમાં પરિણામ જાહેર થયાં નથી. મીડિયાના પ્રોજેકશન અનુસાર, ટ્રમ્પને ફલોરિડા, ઓહાયો, ટેકસાસ અને આયોવામાં વિજયી જાહેર કર્યા છે, જયારે બાઇડનને કેલિફોર્નિયા, વોશિંગ્ટન, ન્યૂયોર્ક અને ઇલિનોયમાં.

જોકે એરિઝોના, પેન્સિલ્વેનિયા, નોર્થ કૈરોલિના, વિસ્કોન્સિન અને જયોર્જિયામાં જોરદાર સ્પર્ધા છે.

આ રાજયોમાં મતગણતરી ધીમી ચાલી રહી છે, આ રાજયોમાં મતગણતરી કાલે પૂરી થશે કાં તો આ અઠવાડિયાના અંતમાં.

વિશેષજ્ઞો કહે છે કે કદાચ આ જ રાજયો અમેરિકાના આગામી રાષ્ટ્રપતિની કિસ્મતનો નિર્ણય કરશે.

એ વાત પર પણ ધ્યાન રાખવું જોઈએ કે ટ્રમ્પ અને બાઇડન બંને પાસે વ્હાઇટ હાઉસ સુધી પહોંચવાના ઘણા રસ્તા છે અને વિશેષજ્ઞો કહે છે કે પેન્સિલ્વેનિયા જેવા રાજયનાં પરિણામો પર તેમની જીતનો ઘણો આધાર છે.

પેન્સિલ્વેનિયામાં ૧૪ લાખ મતની ગણતરી બાકી છે. તેમાંથી સૌથી વધુ મેઇલથી આપેલા મત છે. રાજયમાં મતગણતરી ધીમેધીમે આગળ વધી રહી છે, કેમ કે અધિકારી અનુપસ્થિત મતપત્રોને બોકસમાંથી અલગ કરીને તેની ગણતરી કરી રહ્યા છે, જેમાં સમય લાગી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં મતગણતરી બુધવાર સવારે સુધી રોકી દેવામાં આવી છે.

વલણ પ્રમાણે આ રાજય જો બાઇડનના નામે જશે. એરિઝોનામાં ૮૨ ટકા એટલે કે ૨૬ લાખ મતોની ગણતરી થઈ ગઈ છે. સંપૂર્ણ ગણતરી બુધવારે સવારે પૂરી થશે.

આ રાજયમાં બાઇડનને ૫૧.૮ ટકા અને ટ્રમ્પને અત્યાર સુધીમાં ૪૬.૮ ટકા મત મળ્યા છે.

અનુમાન લગાવાઈ રહ્યું છે કે અન્ય ૧૮ ટકા મતની ગણતરીમાં બાઇડનના પક્ષમાં પડેલા મતો વધુ હશે.

અહીં ૮૭ ટકા મત એટલે કે ૪૭ લાખ મતની ગણતરી થઈ ગઈ છે. અન્ય મતોની ગણતરી બુધવારે પૂરી કરાશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને ૪૯.૯ ટકા અને બાઇડનને ૪૮.૫ ટકા મત મળ્યા છે. જોકે, બાઇડન આગળ ચાલી રહ્યા છે. અહીં ૯૫ ટકા મતની ગણતરી થઈ ગઈ છે. બાઇડન ૪૯.૩ ટકા અને ટ્રમ્પ ૪૯.૯ ટકા પર છે, એટલે કે આ રાજય કોઈના પણ પક્ષમાં જઈ શકે છે અને એટલા માટે રાજયના ૧૦ ઇલેકટોરલ કોલેજ મતનું મહત્ત્વ વધુ માનવામાં આવે છે.

આ રાજયમાં ૯૪ ટકા મતગણતરી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ટ્રમ્પને ૫૦.૫ ટકા અને બાઇડનને ૪૮.૩ ટકા મત મળી ચૂકયા છે. જયોર્જિયા એક રીતે વાઇલ્ડ કાર્ડની જેમ ઊભરી આવ્યું છે. મંગળવારે એવું લાગતું હતું કે ટ્રમ્પ જીત તરફ આગળ વધી રહ્યા છે, પણ બાદમાં બાઇડને તેમને આગળ વધતા રોકયા હતા. જોકે હજુ પણ ટ્રમ્પ આગળ છે, પણ મુકાબલો રસપ્રદ બની ગયો છે.

(11:05 am IST)