Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

અમેરિકાના ઈતિહાસમાં અભૂતપૂર્વ ઘટના

બાયડેન ૨૬૪ : ટ્રમ્પ ૨૧૪ જીતવા માટે જરૂર ૨૭૦ મત : ગજબનાકની કટોકટી : બાયડેન ૬ બેઠકો ઉપર ટ્રમ્પ ૫૧ બેઠકોમાં આગળ

કોર્ટના કાવા દાવા લાંબા ચાલે તેવી શકયતા છે : નવા પ્રમુખ ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં ગાદી સંભાળશે તેવુ જાણવા મળે છે.

અમેરીકાના પ્રમુખની ચૂંટણી ભયંકરહદે રસાકસીભરી બની છે. ૧૧:૪૫ વાગ્યે મળતા હેવાલો મુજબ અમેરીકન પ્રમુખ પદની ચૂંટણી જીતવા ૨૭૦ મતોની જરૂર છે ત્યારે ડેમોક્રેટ જો બાયડેનને ૨૬૪ અને રીપબ્લીકન ડોનાલ્ડ ટ્રમ્પને ૨૧૪ બેઠકો મળી છે. બાયડનને જીતવા માટે માત્ર ૬ મત જોઈએ છે અને નેવાડાની ૬ બેઠક ઉપર ૭,૬૪૭ મતની નજીવી સરસાઈ ધરાવે છે. કંઈ પણ બની શકે છે.

દરમિયાન અન્ય ૩ રાજયોમાં ડોનાલ્ડ ટ્રમ્પની અભેદ્ય લીડ પ્રવર્તે છે.

નોર્થ કેરોલીનામાં ૧૫ મત છે. ત્યારે ૯૪ ટકા મત ગણાયા છે અને ટ્રમ્પ ૭૬,૭૦૧ મતથી આગળ છે.

જયોર્જિયામાં ૧૬ ઈલેકટોરલ કોલેજના મતો છે. ત્યાં ૨૮,૫૨૦ મતની ટ્રમ્પને જોરદાર લીડ છે. ૯૮% મત ગણાય ચૂકયા છે.

જયારે પેનસીલવેનીયા રાજય પાસે ૨૦ મત છે. અહિં ૮૯% મત ગણાઈ ગયા છે. અમેરીકી પ્રમુખ ટ્રમ્પ અહિં ૧,૬૪,૪૧૮ની ગજબનાકની લીડથી આગળ છે.

(12:11 pm IST)