Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

બિહારના ભાગલપુરમાં ગંગાઘાટ પર નાવ પલ્ટી : પાંચ લોકોના મોત : 20થી વધુ લાપતા

નવગછિયા ગામના ગંગા ઘાટ પર 100થી વધુ સવારીવાળી નાવ પલ્ટી : નાવમાં સવાર લોકો મકાઈના વાવેતર માટે નીકળ્યા હતા: 30 લોકોને બચાવાયા : 15ની હાલત નાજુક

બિહારના ભાગલપુર જિલ્લાના નવગછિયા ગામના ગંગા ઘાટ પર આજે સવારે 100થી વધુ લોકોની સવારીવાળી નાવ પલ્ટી ખાઈ ગઈ. નાવમાં મોટી સંખ્યામાં પુરુષ મજૂરો અને મહિલાઓ પોતાના બાળકોની સાથે ખેતરોમાં વાવેતર માટે નીકળ્યા હતા.

આ દુર્ઘટનામાં પાંચના મોત થયા છે અને 20થી વધારે લોકો લાપતા છે. મળતા સમાચાર મુજબ નાવમાં સવાર લોકો મકાઈના વાવેતર માટે નીકળ્યા હતા. ઘટના નવગછિયાના કરારી તીનટંગા દિયારામાં થઈ.હતી 

દુર્ઘટનાની જાણકારી મળ્યા પછી એનડીઆરએફની ટીમ રાહત અને બચાવકાર્ય માટે નીકળી ગઈ છે. હાલમાં પાંચની લાશ મળી છે. 30ને નદીમાંથી ડૂબતા બચાવાયા છે અને તેમાથી 15ની સ્થિતિ નાજુક છે.

નાવ પલટાયાની જાણકારી મળ્યા પછી સ્થાનિક લોકો ડૂબી રહેલાઓને બચાવવામાં લાગી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ 30થી વધારે લોકોનો જીવ બચાવ્યો છે. લાપતા લોકોની તલાસ  જારી છે.

દુર્ઘટનાની જાણકારી મળ્યા પછી સમગ્ર ગામમાં અફડાતફડીનું વાતાવરણ છે. દુર્ઘટનાની જાણકારી મળ્યા પછી ગોપાલપુર પોલીસ સ્ટેશનની પોલીસની સાથે જિલ્લા વહીવટીતંત્રના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

(1:15 pm IST)