Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

મારા પરિવાર પર ખતરો છે : મારા પુત્રને ૬-૭ મહિના સાચવી લેજો...

અમેઠી પાસેથી બેગમાંથી મળ્યું ૫ મહિનાનું બાળક, સાથે મળી પિતાની હૈયું હચમચાવતી ચિઠ્ઠી

અમેઠી,તા.૫:મુંશીગંજના ત્રિલોકપુર વિસ્તારમાં પોલીસને એક બાળક મળ્યું હતું. બેગમાં રોવાના અવાજની સાથે પીઆરવીને સૂચના આપવામાં આવી હતી. જેના આધાર પર પોલીસ જયારે ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમને આ માહિતી હેલ્પલાઈન ૧૧૨થી બાળકના બેગમાં હોવાની માહિતી મળી હતી. મુંશીગંજના ત્રિલોકપુર વિસ્તારમાં રહેતા આનંદ ઓઝાના ઘરે પહોંચી હતી

પોલીસના કહેવા પ્રમાણે જયારે બેગ ખોલવામાં આવી તો તેમાં એક બાળકની સાથે કપડા, જૂતા અને ૫ હજાર રુપિયા તથા જરુરી સામાન મળ્યો હતો. જેની સાથે એક ચિઠ્ઠી પણ મળી હતી. જે કથિત રૂપે તેના પિતા તરફથી લખવામાં આવી હતી.

પિતાએ ચિઠ્ઠીમાં લખ્યું કે, 'આ મારો દીકરો છે. આને તમારી પાસે ૬-૭ મહિના માટે છોડી રહ્યો છું. અમે તમારા વિશે ઘણું સારુ સાંભળ્યું છે. એટલા માટે હું મારુ બાળક તમારી પાસે મુકી રહ્યો છું. ચિઠ્ઠીમાં આગળ લખ્યુ છે કે હું ૫ હજારના હિસાબે તમને પૈસા મોકલતો રહીશ. તમને હાથ જોડીને વિનંતી છે કે કૃપા કરી આ બાળકને સંભાળી લો. મારી કેટલીક મજબૂરી છે અને આ બાળકની મા નથી. મારી ફેમિલીમાં આના માટે ખતરો છે. એટલા માટે ૬-૭ મહિના સુધી તમે તેને પોતાની પાસે રાખો. બધું બરાબર કરીને તમને મળીને બાળક લઈ જઈશ. તમને વધારે પૈસાની જરુર હોય તો જણાવી દેજો.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે બાળક તેમને આપવાનો આદેશ કર્યો છે જેમણે ફોન કરી આની જાણકારી આપી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બાળકની સારસંભાળ રાખવા માટે કોલર પાસે જ છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકના પરિવાર તથા તેને છોડી ગયેલા વ્યકિતની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે પોલીસ બાળક સાથે મળેલી ચિઠ્ઠીની હકિકત બાબતે તપાસ કરી રહી છે.

(12:50 pm IST)