Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

આઇએનએસ વિરાટને મ્યુઝીયમ બનાવવાનો નિર્ણય કેન્દ્ર પર છોડતી હાઇકોર્ટ

અમદાવાદ : મુંબઇ હાઇકોર્ટે કેન્દ્રના સંરક્ષણ વિભાગને ભારતીય નૌ-સેના ના યુધ્ધ જહાજ રહી ચૂકેલ આઇએનએસ વિરાટને મ્યુઝીયમમાં ફેરવવા અંગેની અરજી પર નિર્ણય લેવા કહયું છે. ખંડપીઠે આ અંગે કાયદા હેઠળ  નિર્ણય લેવાનો કેન્દ્રને નિર્દેશ આપીને આ અરજી કાઢી નાખી છે.અરજીમાં કહેવાયું હતું કે આઇએનએસ વિરાટ સૌથી વધુ લાંબા સમય સુધી સેવા આપનાર યુધ્ધ જહાજ છે. તે બ્રિટીશ નેવીમાં ૧૯પ૯ થી ૧૯૮૪ સુધી પોતાની સેવા આપી ચૂકયું છે. ત્યાર પછી તેને  ભારતીય  નૌ-સેનામાં સામેલ કરાયું હતું. તે ભારતનું સૌથી વધારે સમય સુધી સેવા આપનાર યુધ્ધ જહાજ છે. એટલે આ યુધ્ધ જહાજનો આ પ્રકારે અંત ન થવો જોઇએ. એટલે આ યુધ્ધ જહાજને મ્યુઝીયમમાં ફેરવવા માટે રક્ષા મંત્રાલય અમને (મુંબઇની કંપની એન્વીટેક મરીન કન્સલટંટસ પ્રા. લી.ને) એનઓસી આપે કેન્દ્ર તરફથી એવી દલીલ કરવામાં  આવી હતી કે આ યુધ્ધ જહાજ હરાજીમાં વેચી દેવાયું છે અને હવે તે સરકારની સંપતિ ન હોવાથી એનઓસી આપવાનો કોઇ સવાલ જ નથી.

શ્રીરામ ગ્રીનશીપ રિસાઇકલીંગ ઇન્ડસ્ટ્રીઝે આ યુધ્ધ જહાજને તોડવા માટે ખરીદયું છે. તે અત્યારે ભાવનગર જીલ્લાના અલંગમાં દુનિયાના સૌથી મોટા શીપ બ્રેકીંગ યાર્ડથી થોડે દુર ઉભું છે.

(12:53 pm IST)