Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

'અકિલા' મીડિયા પાર્ટનરઃ સાંઈ પ્રભાત ક્રિએશન્સ અને જનની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

'હિમ્મત ના હાર...' કલાકારોના લાભાર્થે ગીત સંગીતનો કાર્યક્રમ

ગાયકો સૈફ ત્રિવેદી - રાજીવ શ્રીમાળી - તૃપ્તિ દવે - નૈશા જોષી સુમધુર ગીતો પીરસશેઃ ભાર્ગવ જાનીના તબલા, મહર્ષિ શીંગાળાનું ઓકટોપેડ, ઢોલક ઉપર દેવાંગ જાની, ગીટાર પર સચિન શર્મા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે : કાર્યક્રમનું સંચાલન અભિનેતા પ્રભાત મજુમદાર, શૈલેષ પંડ્યા કરશે : અકિલા દૈનિકના ફેસબુક પેઈજ ઉપર ૧૯મી નવેમ્બરે સાંજે ૭ થી ૧૦ દરમિયાન લાઈવ નિહાળી શકાશે

રાજકોટ : સંગીતકલા ક્ષેત્ર સાથે જોડાયેલા કલાકારોના લાભાર્થે મીડિયા પાર્ટનર તરીકે 'અકિલા'ના સંગાથે 'હિમ્મત ના હાર' શિર્ષક હેઠળ ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો છે.

સાંઈ પ્રભાત ક્રિએશન્સ અને જનની એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેરના નાના અને મધ્યમ વર્ગના સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારોના આર્થિક સહયોગ અને એમને નાના પાયે કોઈ ધંધો શરુ કરાવી શકાય તે માર્ગદર્શન ના હેતુથી તા ૧૯ નવેમ્બરના રોજ સાંજે ૭ થી ૧૦ સુધી 'હિમ્મત ના હાર' પ્રેરણાત્મક ગીતોના આ કાર્યક્રમમાં 'અકિલા' મીડિયા પાર્ટનર છે અને 'અકિલા' દૈનિકના ફેસબુક પેઈજ પર લાઈવ નિહાળી શકાશે.

આ કાર્યક્રમનું સંચાલન જાણીતા અભિનેતા અને ઉદઘોષક પ્રભાત મજુમદાર તેમજ જનની એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લલિતભાઈ રાઠોડ આ સમગ્ર કાર્યક્રમનું સંગીત સંચાલન પ્રખ્યાત સંગીતકાર શૈલેષ પંડ્યા કરશે સાથે સુમધુર કંઠથી પ્રેરણાત્મક ગીતો રજુ કરશે. રાજકોટના પ્રખ્યાત ગાયકો સૈફ ત્રિવેદી, રાજીવ શ્રીમાળી, તૃપ્તિ દવે અને નૈશા જોશી પીરસશે.

જયારે સાઉન્ડ એન્જિનિયર જગદીશ ભાઈ પુરોહિત સુમધુર સંગીત,  તબલા ઉપર ભાર્ગવ જાની, ઓકટોપેડ પર મહર્ષિ શીંગાળા, ઢોલક પર દેવાંગ જાની અને ગિટાર પર સચિન શર્મા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.

ઉલ્લેખનીય છે કે એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની વિશેષ સેવા ગર્ભ સંસ્કાર સેવા અંતર્ગત સગર્ભા બહેનોને રામચરિત માનસ ફ્રીમાં વિતરણ કરીને મૂળ ભારતીય પરંપરાને ઉજાગર કરવાનું કામ કરી રહ્યું છે.

ગુજરાતમાં પ્રથમ વખત સનાતન ધર્મના પાયાના પ્રચારક એવા નાના કલાકારો ,  તબલા વાદક, મંજીરા વાદક મિત્રોના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

કલાકારોને આર્થિક સહયોગ આપવા તેમજ વધુ વિગતો માટે મો. ૯૮૯૮૫૬૩૧૩૦, મો. ૯૮૯૮૯ ૦૭૪૧૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:49 pm IST)