Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

મે મહિનામાં ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ લેવાશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત : કોલેજો અને ધો.૯ થી ૧૨ના વર્ગો શરૂ કરવા અંગે બે દિવસમાં નિર્ણય?

સૌરાષ્ટ્ર યુનિ.ની સીન્ડીકેટનો પ્રારંભઃ પીએચડી પ્રવેશ પરીક્ષામાં ગોટાડા અને પ્રોફેસરોની ભરતીમાં લાગવગ અંગે આક્ષેપબાજી : નેક સમક્ષ પ્રદર્શનની વ્યાપક ચર્ચા

રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે આગામી મે મહિનામાં બોર્ડની (ધો.૧૦-૧૨ની) પરીક્ષાઓ લેવામાં આવશે : દિવાળી બાદ ધો.૯ થી ૧૨ અને કોલેજ શરૂ કરવાના પ્રશ્ન અંગે પણ કેબીનેટની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી અને એસઓપી તૈયાર કરવા સુચનાઓ આપવામાં આવી છે : બે દિવસમાં નિર્ણય લઈ શકાશે : એસઓપી તૈયાર થયા બાદ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય વિભાગ સાથે બેઠક કરવામાં આવશે : યુનિવર્સિટીઓને પણ એસઓપી તૈયાર કરવા સુચનાઓ આપવામાં આવી છે : વિચારણા બાદ શાળાઓ શરૂ કરવા મુદ્દે નિર્ણય લેવામાં આવશે

(3:56 pm IST)