Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ડેનમાર્કની સરકાર 10 લાખ મંગૂસોને મારશે: કોરોના સંક્રમણના કેસ વધતા લીધો નિર્ણય

જાનવરોમાં કોવિડ-19ના પ્રકોપના ખુલાસા બાદ સરકારે ફાર્મ માલિકોને આપ્યા નિર્દેશ

ડેનમાર્કની સરકારે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે 10 લાખ મંગૂસને મારવાનો નિર્ણય લીધો છે. સરકારે દેશભરના ફાર્મ માલિકોને આ સિલસિલામાં આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ નિર્ણય જાનવરોમાં કોવિડ-19ના પ્રકોપના ખુલાસા બાદ લેવામાં આવ્યો છે.

અમેરિકાના કૃષિ વિભાગે ડેનમાર્કના ઉત્તરી જૂટલેન્ડમાં મંગૂસના એક ફાર્મથી કોવિડ-19 સંક્રમણ સંબંધી જાણકારી આપી હતી. તેણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, મંગૂસના ફાર્મમાં કામ કરનારા વ્યક્તિમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. રિપોર્ટ સામે આવ્યા બાદ ડેનમાર્કની સરકારે મંગૂસના ફાર્મથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન 34 મંગૂસના સેમ્પલની તપાસમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ. ત્યારબાદ સરકારે મંગૂસ ફાર્મમાં કોવિડ-19નો રોકવા માટે પ્રતિબંધ અને ઉપાય લાગૂ કર્યા હતા. પરંતુ ઓક્ટોબરની શરૂઆત સુધી સંક્રમણના મામલામાં મોટો વધારો જોવા મળ્યો હતો.

(12:34 am IST)