Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગુજરાત ચૂંટણી : કથિત હુમલો સપાટી પર આવ્યા પછી કોંગ્રેસના ઉમેદવાર 'ગુમ' થયા : શું થયું તે મીડિયા સમક્ષ જાહેર કર્યું : કોંગ્રેસના ઉમેદવારે દાવો કર્યો હતો કે કેટલીક કારોએ તેમનો પીછો કર્યો હતો અને હરીફ ભાજપના ઉમેદવાર લટુ પારઘી, બે અન્ય લોકો સાથે "શસ્ત્રો" સાથે તેમની સામે ઘસી આવ્યા હતા

કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે વર્તમાન ધારાસભ્ય અને દાંતા મતવિસ્તારના ઉમેદવાર કાંતિ ખરાડી પર ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

દાંતા : કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દાંતા મતવિસ્તારના ઉમેદવાર કાંતિ ખરાડી રવિવારે સાંજે કથિત રીતે પોતાના પર હુમલો થયા બાદ 'ગુમ' થઈ ગયા હતા. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ખરાડી પર 'ભાજપના ગુંડાઓ' દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આ માહિતી સૌપ્રથમ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. "ભાજપના ઉમેદવાર અને પક્ષના ગુંડાઓએ કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી પર હુમલો કર્યો છે, જ્યારે તેઓ ગામડાઓ અને કાર્યકરોની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની કારને અટકાવીને હુમલો કરવામાં આવ્યો હતો, તે તેમને મારવાનો પ્રયાસ હતો, વાહન ને પલટાવી દેવામાં આવ્યા હતા અને કાંતિભાઈ હજુ પણ ગુમ છે," મેવાણીએ ટ્વીટ કર્યું હતું.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ દાવાનો પુનરોચ્ચાર કર્યો હતો. બનાસકાઠા જિલ્લા પોલીસ દ્વારા ગુમ થયેલા ઉમેદવારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન રવિવારે ખરાડી સુધી પહોંચવાના કોંગ્રેસના પ્રયાસો સફળ થયા ન હતા. જો કે, ‘ગુમ થયેલ’ કોંગ્રેસી નેતા, આજે સોમવારે સવારે સામે આવ્યા અને તેની આગલી રાતે શું થયું તે જાહેર કર્યું.

કોંગ્રેસના ઉમેદવારે દાવો કર્યો હતો કે કેટલીક કારોએ તેમનો પીછો કર્યો હતો અને હરીફ ભાજપના ઉમેદવાર, બે અન્ય લોકો સાથે "શસ્ત્રો" સાથે તેમની સામે ઘસી આવ્યા હતા. ખરાડી કહે છે કે આનાથી તેને અને તેના સહયોગીઓને નજીકના જંગલમાં ભાગી જવું પડ્યું હતું. “જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. ચૂંટણી હોવાથી હું મારા વિસ્તારમાં જતો હતો. મેં જોયું કે ત્યાં વાતાવરણ ગરમ હતું તેથી મેં ભાગી જવાનું નક્કી કર્યું,” ખરાડીએ કહ્યું.

“જ્યારે અમારી કાર પરત ફરી રહી હતી, ત્યારે કેટલીક કારોએ અમારો પીછો કર્યો હતો. ભાજપના ઉમેદવાર (દાંતા મતવિસ્તારમાંથી) લટુ પારઘી અને અન્ય 2 લોકો શસ્ત્રો, તલવારો સાથે અમારા પર ઘસી આવ્યા હતા. આ તકે અમે વિચાર્યું કે આપણે અહીથી ભાગી જવું જોઈએ, અને એટલા માટે અમે 10-15 કિમી સુધી કર્મા નાસી ગયા હતા અને 2 કલાક સુધી અમે જંગલમાં સંતાય રહ્યા હતા" તેમ કાંતિ ખરાડીએ ન્યૂઝ એજન્સીઓને જણાવ્યું છે.

(7:55 am IST)