Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ડિસેમ્બરમાં Fastagથી ટોલની વસૂલાતમાં ૨૦૦ કરોડનો વધારો

નવી દિલ્હી,તા. ૬: ડિસેમ્બર,૨૦૨૦ની Fastags ટોલની વસૂલાત રૂ. ૨૩૦૩.૭૯ કરોડ પહોંચી છે. જે આગલા મહિનાની તુલનાએ રૂ. ૨૦૧ કરોડ વધુ છે. એમ એનેએચએઆઇએ જણાવ્યું હતું. આ રીતે Fastagsના માધ્યમથી ટોલના ટ્રાન્ઝેકશનમાં ડિસેમ્બર, ૨૦૨૦માં રૂ. ૧.૩૫ કરોડનો નોંધપાત્ર વધારો નોંધાયો છે.

સરકાર દ્વારા એક જાન્યુઆરી, ૨૦૨૧માં Fastags ફરજિયાત કર્યા બાદ આવકમાં વધારો થયો છે. જો કે લોકોને અસુવિધાના થાય એ માટે સરકારે નેશનલ હાઇવે પર ૧૫ ફેબ્રુઆરી સુધી હાઇબિડ લેનની (એટલે કે Fastagsની રોકડથી ચુકવણી) મંજૂરી આપી છે. ડિસેમ્બરમાં Fastags દ્વારા ટોલ વસૂલાત નવેમ્બર, ૨૦૨૦ના રૂ. ૨૧૦૨ કરોડથી રૂ. ૨૦૧ કરોડ વધીને રૂ. ૨૩૦૩.૭૯ કરોડ થઇ છે. જો કે Fastagsના માધ્યમથી માસિક ટ્રાન્ઝેકશન ડિસેમ્બરમાં રૂ. ૧.૩૫ કરોડનો વધારો થયો છે.

ડિસેમ્બરમાં Fastagsના માધ્યમથી ૧૩.૮૪ કરોડના ટ્રાન્ઝેકશન નોંધાયા છે. જે નવેમ્બર, ૨૦૨૦માં ૧૨.૪૮ કરોડના ટ્રાન્ઝેકશનની તુલનામાં ૧૦.૮૩ ટકા વધુ છે. આ જ રીતે Fastags યુઝર્સની સંખ્યા ૨.૩૦ કરોડથી વધુ નોંધાયા છે, જે ટોલની વસુલાતમાં ૭૫ ટકાનું યોગદાન આપે છે. એનએચએઆઇના અથાગ પ્રયાસોને લીધે હાઇવેયુઝર્સના ડિજિટલ પધ્ધતિ અપનાવવામાં નોંધપાત્ર વધારો થયો છે. ઇ-ટોલિંગ ૧૦૦ ટકા કરવા માટે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧થી બધી ટોલ ચુકવણી Fastagsના માધ્યમથી કરવામાં આવશે.

(9:31 am IST)