Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

બાઇડનના પ્રમુખપદના શપથ પહેલા ટ્રમ્પ અમેરિકા છોડી દેશે

વોશિંગ્ટન, તા.૬: અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી હારી ચૂકેલા ટ્રમ્પ નવા પ્રમુખ બાઇડેન તેમના પદના શપથ લે તેની પહેલાં જ ટ્રમ્પ અમેરિકામાંથી ભાગી જશે, એવા અહેવાલો મળી રહ્યા હતા.

એક અહેવાલ મુજહ ટ્રમ્પનું સત્ત્।ાવાર વિમાન તેમને યુકેના સ્કોટલેન્ડ લઇ જશેે. બાઇડન ૨૦ જાન્યુઆરીએ શપથ લેશે તેના એક દિવસ પહેલાં ટ્રમ્પ અમેરિકા છોડીને કાયમ માટે જતા રહેશે એવું અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કેટલાય દિવસોથી ટ્રમ્પ પોતાની હારને સ્વીકારવા તૈયાર જ નથી અને તેમણે અદાલતોમાં કેસ કર્યા હતા અને તેમના સાંસદોને પણ વિવિધ રાજયોમાં કેસ કરવા કહ્યું હતું. જો કે વ્હાઇટ હાઉસે આ અંગે કંઇ પણ કહેવા ઇનકાર કર્યો હતો.

લોકો કહેવા લાગ્યા હતા કે હવે ટ્રમ્પ અમેરિકામાં નહીં જ રહે. સ્કોટલેન્ડના પ્રસ્ટવિક એરપોર્ટને જાણ કરી દેવામાં આવી હતી. તેમના કહેવા અનુસાર વિમાન ૭૫૭ યુએસ સેનાનો છે અને તે ૧૯ જાન્યુઆરીએ ઉડી જશે એવું નક્કી મનાય છે. એરફોર્સ વન ની સરખામણીમાં આ વિમાન નાનુ છે

(9:32 am IST)