Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

29 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો : પેટ્રોલ લીટરે 26 પૈસા અને ડીઝલમાં 25 પૈસા મોંઘુ

એકધારા 29 દિવસ સ્થિર રહ્યાં બાદ પેટ્રોલ ડીઝલની કિંમત વધી

નવી દિલ્હી : ઓઈલ કંપનીઓ રોજ સવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફેરફાર કરે છે, ત્યારે લગભગ 29 દિવસ સુધી શાંત રહ્યાં બાદ  ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમત વધી ગઈ છે.
દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર 26 પૈસા વધીને હવે 83.97 રૂપિયા પર પહોંચ્યું છે, જ્યારે ડીઝલ 25 પૈસા મોંઘુ થઈને 74.12 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. આ સિવાય દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

ઈન્ડિયન ઑઈલના જણાવ્યા મુજબ, મુંબઈમાં પેટ્રોલ 90.60 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 80.76 રૂપિયા પ્રતિ લીટર, કોલકત્તામાં પેટ્રોલ 85.44 રૂપિયા અને ડીઝલ 77.70 રૂપિયા પ્રતી લીટર, જ્યારે ચેન્નઈમાં પેટ્રોલ 86.75 રૂપિયા અને ડીઝલ 79.46 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
તમે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત SMS થકી પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા આપવામાં આવતી સુવિધા હેઠળ તમારે પેટ્રોલ-ડીઝલની કિંમત SMS પર મળી જાય છે. તમારે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરો કોડ લખીને 9224992249 પર મોકલવાનો રહે છે. જે બાદ તરત જ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો SMS થકી આવી જશે. દરેક શહેરના કોડ અલગ-અલગ છે, જે તમને IOCની વેબસાઈટ પરથી મળી જશે. આ સિવાય તમે IOCની મોબાઈલ એપ્લિકેશન પણ ઈન્સ્ટોલ કરી શકો છો.

(10:58 am IST)