Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ભારતીય ઇકોનોમીમાં ૨૦૨૦-૨૧માં ૯.૬ ટકાનો ઘટાડો થવાનું અનુમાન

જો કે ૨૦૨૧માં ૫.૪ ટકાની વૃધ્ધિનું કરાયું છે અનુમાન

વોશિંગ્ટન,તા. ૬: વિશ્વ બેંકે મંગળવારે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થામાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૯.૬ ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે. જે પારિવારીક સ્તરે ખર્ચ અને અંગત રોકાણમાં ઘટાડાને પ્રતિબિંબત કરે છે. તો આવતા વર્ષે ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૫.૪ ટકા વધારાનું અનુમાન છે.

વિશ્વ બેંકે વૈશ્વિક આર્થિક સંભાવના રિપોર્ટમાં કહ્યું છેકે કોવિડ-૧૯ મહામારીથી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોની આવકને બહુ ખરાબ અસર થઇ છે. આ ક્ષેત્રમાં ૮૦ ટકા લોકોને રોજગાર મેળલો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં મહામારીએ તે સમયે અર્થવ્યવસ્થાને અસર કરી જ્યારે તેમાં પહેલાથી જ ઘટાડો થઇ રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ઉત્પાદનમાં ૯.૬ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. જે પારિવારિક આવક અને રોકાણમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે.

વિશ્વ બેંક કહ્યું છે કે ભારતમાં આર્થિક વૃધ્ધિ દર ૨૦૨૧-૨૨માં સુધરશે અને તે ૫.૪ ટકા રહેવાનું અનુમાન છે. નાણાકીય ક્ષેત્રમાં નબળાઇને જોતા કમજોર તુલનાત્મક આધાર પર મળનાર તેજીને ખાનગી ક્ષેત્ર તરફથી ઓછુ રોકાણ અસર કરશે. રિપોર્ટ અનુસાર, કુલ રોજગારમાં અસંગઠિત ક્ષેત્રની ભાગીદારી ૮૦ ટકા છે. તેમાં મહામારી દરમ્યાન આવકમાં મોટુ નુકસાન થયું છે. હાલમાં વીજ વપરાશ , પરચેરીંગ મેનેજર ઇન્ડેક્ષ (પીએમઆઇ) જીએસટીની આવક જેવા આંકડાઓ જોઇએ એ સંકેત મળે.

વિશ્વ બેંકે પાકિસ્તાન અંગે કહ્યું છે કે ત્યાં સુધારો હળવો રહેશે અને ૨૦૨૦-૨૧માં વૃધ્ધિ દર ૦.૫ ટકા રહેવાનો અંદાજ છે. સતત રાજકોષીય મજબુતીનું દબાણ અને સેવાક્ષેત્રમાં નબળાઇને જોતા વૃધ્ધિ દરને અસર થવાની આશંકા છે.

(11:38 am IST)