Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

દેશના ૮ રાજયોમાં ફેલાયો બર્ડફલુ

કોરોનાથી પણ વધુ જીવલેણ છે બર્ડફલુનો વાયરસઃ મૃત્યુદર ૬૦ ટકા છેઃ બધા રાજયોમાં એલર્ટ જારી

નવી દિલ્હી, તા.૬: કોરોના કાળ વચ્ચે વધુ એક મુસીબતે દસ્તક દેતા ચિંતા વધી છે અને જેનું નામ છે બર્ડ ફ્લૂ. આ વાયરસ કોરોનાથી પણ ખતરનાક છે કારણ કે, તેનાથી સંક્રમિત થયાં લોકોમાં અડધો અડધ લોકો મોતને ભેટે છે. જયારે કોરોનાથી સંક્રમિત થતાં લોકોમાં મરનાર વર્ગની ટકાવારી ૩ ટકા છે. માટે હવે આ મહામારીને કારણે દેશા મોટા ભાગના રાજયોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઇ ગઇ છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જેના મારફતે દેશમાં આવી રહેલા બર્ડ ફ્લૂના કેસને લઇને નજર રાખવામાં આવી રહી છે.

કોરોના કરતા પણ વધુ જીવલેણ

બર્ડ ફ્લૂ, જેને એવિયન ઈન્ફલ્યુએન્ઝા કહેવામાં આવે છે, તે કોરોના કરતા વધુ ચેપી અને વધુ જીવલેણ છે. ૧૧ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે મનુષ્યને ચેપ લગાવે છે. પરંતુ તેમાંના ફકત પાંચ જ છે જે મનુષ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ છે - H5N1, H7N3, H7N7, H7N9 H9N2. પક્ષીઓ દ્વારા જ બર્ડ ફ્લૂ મનુષ્યમાં ફેલાય છે. આ વાયરસને HPAI કહેવામાં આવે છે. આમાં સૌથી ખતરનાક H5N1 બર્ડ ફ્લૂ વાયરસ છે. જો કે, ચિંતાજનક બાબત એ છે કે, બર્ડ ફ્લૂના કારણે મૃત્યુદર ૬૦ ટકા છે.

વર્ષ ૨૦૦૩ થી આજ સુધી, તે કેટલાક દેશમાં તેની અસર દર્શાવવાનું ચાલુ રાખ્યું છે. ણ્૫ફ૧ બર્ડ ફ્લૂ વાયરસ એ બધા વાયરસમાં સૌથી ખતરનાક છે કારણ કે અડધાથી વધુ ચેપગ્રસ્ત લોકો તેના કારણે મૃત્યુ પામે છે. વર્ષ ૨૦૦૩ થી H5N1 બર્ડ ફ્લૂના વાયરસથી સંક્રમિત મનુષ્ય અને મૃત્યુ વિશે વાત કરવામાં આવે તો, કુલ ૮૬૧ લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી ૪૫૫ માર્યા ગયા છે. એટલે કે, મૃત્યુ દર ૫૨.૮ ટકા છે.

H5N1 બર્ડ ફ્લૂ વાયરસ ૨૦૦૮ માં ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને વિયેટનામમાં ૧૧ વખત ચેપ ફેલાયો છે. વર્ષ ૨૦૦૬ થી, H5N1 બર્ડ ફ્લૂ વાયરસ ચેપ ૬૫ વખત ફેલાવાના મામલા સામે આવ્યા હતા છે. H5N1 બર્ડ ફ્લૂ વાયરસની કેટલીક રસી પણ બનાવવામાં આવી છે, જે બ્રિટન, અમેરિકા, ફ્રાંસ, કેનેડા જેવા દેશો દ્વારા સંગ્રહિત કરવામાં આવી છે.

દેશમાં વિવિધ રાજયમાં પક્ષીઓના મૃત્યુની દ્યટનાઓ સામે આવી રહી છે. જેના કારણે બર્ડ ફ્લૂની આશંકાઓ વ્યકત કરવામાં આવી રહી છે. જેના કારણે સ્વાસ્થ્ય વિભાગો પણ અલર્ટ થઈ ગયા છે. તાજેતરમાં હિમાચલપ્રદેશના પોંગ ડેમમાં ૧૪૦૦થી વધુ પ્રવાસી પક્ષીના મૃત્યુ થયા હતા. કાંગડા જિલ્લા તંત્રએ પોંગ જળાશયમાં તમામ ગતિવિધિ પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો અને મૃત્યુનું કારણ શોધવા ભોપાલની લેબમાં સેમ્પલ મોકલી આપ્યા હતા. બીજી તરફ મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોલેજ પરિસરમાં ૧૦૦થી  વધુ કાગડાના મૃત્યુ થયા હતા. જેમાં તપાસ દરમિયાન ૨ કાગડામાં H5N8 વાયરસ મળ્યો હતો.  આ તરફ રાજસ્થાનમાં પણ જયપુર સહિત ૭ જિલ્લામાં ૧૩૫ કાગડાના મૃત્યુ થયા છે. જે બાદ ગેહલોત સરાકરે પક્ષીના મૃત્યુની તપાસ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓમાં જ નહી પરંતુ પશુઓ અને માણસમાં પણ ફેલાય છે. બર્ડ ફ્લૂનો જો સમયસર ઇલાજ ન થાય તો જીવલેણ પણ સાબિત થઇ શકે છે. બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લૂએન્ઝા પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે. બર્ડ ફ્લૂ આમ તો અનેક પ્રકાર છે પરંતુ (H5N1) પહેલો એવો વાયરસ હતો, જેનાથી પહેલી વખત વ્યકિત સંક્રમિત થઇ હતી. તેનો પહેલો કેસ ૧૯૯૭જ્રાક્નત્ન હોંગકોંગમાં સામે આવ્યો હતો. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ, લાળ અને આંખમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાચ છે.

બર્ડ ફ્લૂના શું છે લક્ષણો?

બર્ડ ફ્લૂના લક્ષણોમાં ગળામાં ખરાશ, નાક બંધ થઇ જવું, થાક લાગવો, ઠંડી લાગવી, તાવ આવવો, સાંધામાં દુખાવો થવો અને છાતીમાં દુઃખાવો થવો છે. જો કોઇને આ પ્રકારના લક્ષણો જણાય તો સાવચેત થઇને તાત્કાલિક ડોકટરની સલાહ લેવી.

બર્ડ ફ્લૂથી કઇ રીતે બચી શકાય?

હાલ બર્ડ ફ્લૂનું સંક્રમણ કેટલાક રાજયોમાં જણાઇ રહ્યું છે ત્યારે આગમચેતી પગલારૂપે વારંવાર હાથ ધોતા રહેવું, પક્ષીઓથી દૂર રહેવું, જે જગ્યાએ બર્ડ ફ્લૂનો પ્રકોપ હોય તે સ્થાનથી દૂર રહેવું અને ઇન્ફ્લૂએન્ઝાની વેકિસન લગાવવા માટે તબીબની સલાહ લેવી.

(4:00 pm IST)