Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

જૈક માની અતિ કિંમતી 'ડેટા' રૂપી દોલત છીનવવા માંગતી હતી ચીની સરકાર : ના પાડતા ગાયબ કર્યા

અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જનરલનો ધડાકો

બીજીંગ,તા. ૬: ચીનના ત્રીજા નંબરના સૌથી ધનીક અને અલીબાબા સમુહના સ્થાપક જૈક મા છેલ્લા બે મહિનાથી ગાયબ છે. તેઓ કયાં છે, તેને લઇને ચીન સરકાર મૌન છે. જ્યારે દુનિયાભરમાં તેમની ચર્ચાઓએ જોર પકડયું છે.

અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ મુજબ ચીનની કમ્યુનિસ્ટ સરકાર જૈક મા પાસેથી ઉપભોકતાઓનો ડેટા લેવા માંગતી હતી. જે તેમના માટે અતિ કિંમતી હતી.

વપરાશકારના ડેટા માટે ચીન સરકારે જૈક માને હેરાન કરતી હતી જેનો તેઓ લાંબા સમયથી વિરોધ કરતા હતા. ચીનના નાણાકીય નિયામક ઇચ્છતા હતા કે જૈક માની કંપની એન્ટ ગ્રુપ પોતાના કરોડો ગ્રાહકોનો કન્ઝયુમર ક્રેડીટ ડેટા તેમની સોંપી દે.

ચીની રેગુલેટર્સના આ દબાણ અને રાષ્ટ્રપતિ જીનપીંગ સાથે વિવાદ બાદ જૈક મા પાસે ખાસ કોઇ વિકલ્પ બચેલ નહીં. રિપોર્ટમાં ચીની અધિકારીઓના હવાલથી જણાવાયું છે કે ચીનની સરકારને એ વાતની ચિંતા હતી કે જૈક માં પોતાના બીઝનેસને સતત વધારવા માંગતા હતા પણ તેમનું ધ્યાન નાણાકીય ખતરાને નિયંત્રીત કરવા તરફ ઓછું હતુ જે દેશનું લક્ષ્ય છે.

ચીનના રેગુલેટર્સનું કહેવું હતુ કે એન્ટ ગ્રુપ પર્સનલ ડેટાની મદદથી વેપારમાં તેનો ખોટો ફાયદો ઉપાડી રહેલ. એપ દ્વારા લોકોને લોન અપાવતા હતા અને મધ્યસ્થી રૂપે પૈસા કમાતા હતા. જ્યારે રકમનું સંપૂર્ણ રીસ્ક બેંકો ઉપર હતું. તેમની આદતો, ઉધાર લેવાની પ્રવૃતિ અને લોન ચુકવવાનો આખો ડેટા જૈક મા પાસે છે.

સરકારી અધિકારીઓ મુજબ આ બીઝનેસ મોડલથી જૈક માને ફાયદો થઇ રહ્યો હતો પણ ચીનની નાણાકીય સીસ્ટમને માટે ખતરો ઉભો થતો હતો. ત્યારબાદ ચીની અધિકારીઓએ જૈક માનું મોડલ બદલવા પ્રયાસ કરેલ અને ડેટા ઉપર તેમના એકાધિકારને તોડવા માંગ્યો. બીજી તરફ એન્ટ ગ્રુપે આ અંગે કોઇ નિવેદન નથી કર્યું. જાણવા મળ્યા મુજબ જૈક માએ ડેટા આપવા ઇન્કાર કરેલ.

જૈક માએ ચિતના વ્યાજખોર નાણાકીય નિયામકો અને સરકારી બેંકોમાં ગત વર્ષે શાંધાઇમાં દીધેલ ભાષણોની તીખી આલોચના કરેલ.

તેમણે સરકારને જણાવેલ કે એવી સીસ્ટમમાં બદલાવ કરાય જે બીઝનેસમાં નવી વસ્તુ શરૂ કરવાના પ્રયાસને દબાવવાનો પ્રયાસ કરે. તેમણે વૈશ્વિક બેકીંગ નિયમોને 'ઘરડા લોકોનું કલબ' કહેલ. આ ભાષણ બાદ ચીનની સરકાર ભડકી ઉઠેલ. તેમની આલોચના કમ્યુનિસ્ટ પાર્ટી ઉપર હુમલાના રૂપે જોવામાં આવી. ત્યારબાદ જૈકમાં ઉપર તવાઇ વરસી અને તેમના બીઝનેસ ઉપર અસાધારણ પ્રતિબંધો મુકવામાં આવવાનું શરૂ થયેલ.

(4:00 pm IST)