Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

માનસ પૂજા શ્રેષ્ઠઃ પૂ. મોરારીબાપુ

સેતુબંધ ખાતે આયોજીત 'માનસ સેતુબંધ' ઓનલાઇન શ્રીરામ કથાનો પાંચમો દિવસ

રાજકોટ, તા. ૬ : ''માનસ પૂજા શ્રેષ્ઠ છે'' તેમ પૂ. મોરારીબાપુએ સેતુબંધ ખાતે આયોજીત ''માનસ સેતુબંધ'' ઓનલાઇન શ્રી રામકથાના પાંચમા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે માનસ પૂજા માટે કોઇ પૂજન સામગ્રીની જરૂરી નથી પડતી ફકત મનમાં ભગવાનનું સ્મરણ કરવાનું હોય છે. અને આવી આરાધના કરતા રહેવાનું હોય છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું હતુ કે આ મહામુલા જીવનમાં થોડો સમય પ્રભુ ભકિતમાં પણ પસાર કરવો જોઇએ. મહામુલા સમય અને જીવનને ખોઇ ન દેવો જોઇએ.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રી રામકથાનાં ચોથા દિવસે જણાવ્યું હતું કે જેની વાણીમાં સત્ય રામેશ્વર, જેના મૌનમાં સત્ય જેની ઝુબાન ચૂપ છે એ રામેશ્વર, જેનામાં શમ- કોઇપણ સમયે હર હાલમાં શાંત સ્વરૂપ વ્યકિત પણ રામેશ્વર છે, જેનામાં શીલ છે એ રામેશ્વર છે, જેના અખંડ શાંતી છે એ પણ રામેશ્વર છે. આ પાંચ લક્ષણો રામેશ્વરની વાત જણાવ્યા પછી બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં ર૬-ર૭ વખત સેતુ શબ્દ વપરાયો છે, રામેશ્વર શબ્દ માત્ર એકવાર અને પ્રતાપ શબ્દોનો પાંચ વખત પ્રયોગ થયો છે. પંચ પ્રતાપ બાબતે જણાવતા કહ્યું કે જેનું નામ પ્રતાપ છે, બીજુ-જેનું બાણ પ્રતાપ છે. સંયમ અને નિયમે બાણ છે. ત્રીજું -જેની બાની એટલે કે વાણી પ્રતાપ છે, તપસ્યાના ગર્ભમાંથી નીકળેલી વાણી, શીલવાન શાંત પુરૂષની વાણી, મૌન ધારકની પ્રતાપ-જેની રૂમ માધુરી નજરનો પ્રતાપ હોય અને પાંચમુ સમગ્ર વિગ્રહ- રઘુવીર પ્રતાપ.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે જે અન્યની સંપતિ જોઇ અને સતત જલે છે એ કુષ્ઠ રોગી છે. યુગલ ગીત બાબતે વ્યાસજીએ લખ્યું, શુકજીએ જોયું અને ભાખ્યું એ કૃષ્ણ નટખટ છે એવી રીતે આંખ ઉલાળીને પોતાના અધરો વેણુ ઉપર રાખે છે. અહીં ચિંતા શુકજીને નથી, વ્યાસજી પણ નથી. ખોટી મર્યાદાવાળા લોકો, જે દિવસે સાધુ આની ચિંતા છે, એને સમસ્યા છે.

(4:02 pm IST)