Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

બ્રિટનની 81 વર્ષીય મહિલાએ પોતાનાથી 46 વર્ષ નાના 35 વર્ષીય યુવક સાથે લગ્ન કર્યા પણ હવે વિરહની વેદના

બંનેનો ફેસબુક લવ : પતિ ઇજીત્પમાં રહે છે, જોન્સને ત્યાંથી હવા માફક નથી: પીએમ જોન્સનને પતિના વીઝા માટે કરી અપીલ

વેસ્ટનઃ બ્રિટનની 81 વર્ષીય મહિલા આઇરિસ જોન્સ પોતાનાથી 46 વર્ષ નાના 35 વર્ષીય શખસ સાથે લગ્ન કરી ચર્ચામાં છે. આ વયોવૃદ્ધ મહિલાએ ITVના એક શો પોતાના આ નવા સંબંધ અંગેની માહિતી આપી હતી.

આઇરિસ જોન્સ જો કે અત્યારે પતિના વિરહયોગથી બહુ દુઃખી છે. કારણ કે તે પતિ સાથે રહી શકતી નથી. તેથી પોતાની વયને લઇ બહુ ચિંતિત છે. તેને લાગે છે કે તે પતિ વિના બહુ જીવી શકશે નહીં.

આઇરિસ જોન્સનો પતિ ઇજીપ્તમાં રહે છે. જ્યારે તેને વીઝા મળવામાં વિલંબ થઇ રહ્યો હોવાથી જોન્સને ડર સતાવી રહ્યો છે કે તેની વય વધુ હોવાથી તે પતિને મળ્યા વિના ગમે ત્યારે ગુજરી શકે છે. જોન્સ ઇજીપ્ત જઇ એટલા માટે રહી શક્તી નથી. કે ત્યાનુ વાતાવરણ તેમના આરોગ્યને અનુકુળ નથી.

 આઇરિસ જોન્સે સ્વીકાર્યું કે તેમણે ઘણા દિવસો રડતા-રડતા વિતાવ્યા છે. તે કહે છે કે ઉમર મારી સાથે નથી. હું કાલે પણ મરી શકું છું, દરેક દિવસ મારા માટે બહુ કિંમતી છે. આ બહુ ખોટું થઇ રહ્યું છે.

 બ્રિટનના વેસ્ટનની રહેવાસી આઇરિસ જોન્સ પોતોનાથી 46 વર્ષ નાના મોહમ્મદ અહેમદને ગત વર્ષે ફેસબુક ગ્રુપમાં મળી હતી. ત્યાર બાદ જોન્સે ઇજીપ્ત જઇ મોહમ્મદ સાથે સમય વિતાવ્યો અને નવેમ્બર 2020માં બંનેએ લગ્ન પણ કરી લીધા.

Metro.co.ukના રિપોર્ટ મુજબ જોન્સે કહે છે કે,”મને એ શખસથી અલગ કરી દીધી જેને હું પ્રેમ કરું છું. આ બહુ પીડદાયક છે. મારી પાસે સમય બચ્યો નથી. હું ત્રણ વાર ઇજીપ્ત જઇ આવી છું અને તેના વિના પરત આવી ગઇ. જોન્સે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનને પણ પોતાના પતિને જલદી વીઝા આપવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે મોહમ્મદ એહેમદ બ્રિટનના અર્થતંત્ર માટે એસેટ સાબિત થઇ શકે છે

(7:06 pm IST)