Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સાઉદી અરબ દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાના નિર્ણયથી ક્રૂડમાં તેજી

સાઉદી અરબે ફેબ્રુઆરી અને માર્ચમાં વધુ 10 લાખ બેરલ દૈનિક સ્વૈચ્છિક ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી : ક્રૂડ ઓઇલના ભાવમાં  તેજીનું મુખ્ય સાઉદી અરબ દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો લેવાયો નિર્ણય છે. પેટ્રોલિયમ ઉત્પાદક દેશોના સંગઠન OPECના સભ્ય દેશોની બેઠક યોજાઇ હતી. જેમાં સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક અને નિકાસકાર દેશ સાઉદી અરબે ફેબ્રુઆરી અને માર્ચમાં વધુ 10 લાખ બેરલ દૈનિક સ્વૈચ્છિક ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરબ દ્વારા સહમત પ્રોડક્શન-કટને અન્ય ઉત્પાદકોના OPEC+ સમૂહમાં ઉત્પાદન સ્થિર રાખવા માટે તૈયાર કરવા માટે એક સોદો શામેલ કરવામાં આવ્યો હતો. દુનિયાભરમાં કોરોના મહામારી અને લોકડાઉનના પગલે માંગ એકદમ ઘટી જતા ક્રૂડ ઓઇલના ભાવ નોંધપાત્ર ઘટી ગયા હતા.આથી ઉત્પાદક દેશો ઉત્પાદનમાં કાપ મૂકીને ભાવને ફરી ઉંચે લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

(10:37 pm IST)