News of Wednesday, 6th January 2021
મુંબઈ : કેજીએફ ચેપટર -2 આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મમાની એક છે. પ્રથમ ચેપ્ટર પછી ફેન્સમાં તેના બીજા ભાગને લઇ ભારે ઉત્સુકતા છે. આ વખતે ફિલ્મમાં યશ, સંજય દત્ત સાથે બબ્બે હાથ કરતા દેખાશે. આ ફિલ્મનું ટીઝર 8 જાન્યુઆરીએ યશના જન્મદિવસ પર રિલીઝ થવાનું છ-
કેજીએફ ચેપ્ટર 2માં રવિના ટંડન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રવિનાએ મંગળવારે ફોટો શેર કર્યો અને લખ્યું- ખૂબ ઉત્સાહિત છું. 3 દિવસ બાકી છે. પ્રસ્તુત છે રમિકા સેન. 8 જાન્યુઆરીએ સવારે 10.18 વાગ્યે કેજીએફ ચેપ્ટર 2ના ટીઝરની રાહ જોઇએ
કેજીએફ ચેપ્ટર 2નું દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. સોમવારે પ્રશાંતે ટ્વિટર પર ટીઝરના રિલીઝ ટાઇમ અંગે માહિતી આપતા લખ્યું હતું કેજીએફ ચેપ્ટર 2નું ટીઝર 8 જાન્યુઆરીએ સવારે 10.18 કલાકે આવશે.-
અત્રે ઉલ્લેખનીય છે કે કેજીએફમાં યશ અને સંજય દત્ત ઉપરાંત રવિના ટંડન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટ્વિટ સાથે પ્રશાંતે બે ફોટા શેર કર્યા છે. જે જૂના સમાચાર પેપરના કટિંગ જેવા દેખાય છે. તેનું ટાઇટલ કે.જી.એફ. છે. સમાચાર વચ્ચે બે ફોટા પણ છે. એક ફોટામાં મુખ્ય પાત્રના બાળપણ અને મોટા થયા પછીની તસવીર દર્શાવવામાં આવી છે.-
અન્ય એક ટ્વિટમાં પ્રશાંતે લખ્યું- સામ્રાજ્યના દ્વાર ખોલવાની ગણતરી શરૂ થઈ ગઈ છે. ટીઝર 10.18 કલાકે આવશે. મૂળ રીતે કન્નડ ભાષામાં બની રહેલી કેજીએફ ચેપ્ટર 2 મલયાલમ, તમિલ અને તેલુગુની સાથે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મનું ક્લાઇમેક્સ ડિસેમ્બરમાં શૂટ થયું હતું. ક્લાઇમેક્સમાં નાયક રોકી ભાઈ (યશ) અને વિલન અધિરા (સંજય) વચ્ચે જબરજસ્ત એક્શન સાથે લડાઈ અને જાનલેવા સ્ટંટ દર્શાવવામાં આવ્યા છે. કન્નડ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 1 બ્લોકબસ્ટર ફિલ્મ છે, જે 2018 માં રીલિઝ થઈ હતી. 1960ના દાયકાના સેટ પર આ ફિલ્મ બની હતી, જેમાં કોલર ગોલ્ડ ફિલ્ડ્સને લઇ સક્રિય માફિયાની વાર્તા દર્શાવવામાં આવી હતી. ફિલ્મ તેલૂગુ, તમિળ, મલયાલમ અને હિંદી ભાષામાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે યશને ઉત્તર ભારતમાં ઘણી લોકપ્રિયતા હાંસલ થઇ હતી.