-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
કૃત્રિમ અંગોની સાધન સહાયમાં ઉત્તરપ્રદેશ સમગ્ર દેશમાં પ્રથમ: મહારાષ્ટ્ર બીજા અને ગુજરાત ત્રીજાક્રમે
મધ્યપ્રદેશ ચોથા અને પશ્ચિમ બંગાળ પાંચમા ક્રમે :તમિલનાડુ છઠ્ઠા અને રાજસ્થાન 10મા ક્રમે
નવી દિલ્હી : વર્ષ 2020-21માં દિવ્યાંગોને કૃત્રિમ અંગો હાથ, પગ અને વ્હીલચેર, ક્રેચ, શ્રવણ સાધન, સેન્સર સ્ટીક્સ જેવા સહાયક ઉપકરણોમાં ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર બીજા, મધ્યપ્રદેશ ચોથા અને પશ્ચિમ બંગાળ પાંચમા ક્રમે છે. તમિલનાડુ છઠ્ઠા અને રાજસ્થાન 10મા ક્રમે છે.જયારે ગુજરાત આ બાબતે તેમજ નાણાકીય સહાય પૂરી પાડવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે.તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલી માહિતીમાં આ બાબત સામે આવી છે.
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષની સરખામણીમાં 2020-21માં દિવ્યાંગજનોને મદદ પૂરી પાડવાની ગતિ ધીમી પડી હતી. કારણ કે કોરોનાને કારણે સરકાર દ્વારા તેનો લાભ લેવા માટે આયોજિત શિબિરો વધુ આયોજિત થઈ શકી નથી. તેમ છતાં, 2020-21માં 241492 દિવ્યાંગજનોને મદદ પૂરી પાડવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર, રાજ્યો અને બિન-સરકારી સંસ્થાઓની મદદથી, આ લાભ જુદી જુદી રીતે દિવ્યાંગો સુધી પહોંચાડે છે. આ માટે, ‘સહાયક ઉપકરણો/સાધનોની ખરીદી/ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય’ (ADIP) નામની યોજના કાર્યરત છે.
છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 14 લાખ 57 હજાર 012 દિવ્યાંગજનોને કૃત્રિમ અંગો અને એસેસરીઝ ખરીદવા અને તેમને ફિટ કરાવવા માટે સહાય પૂરી પાડવામાં આવી છે. વર્ષ 2019-20માં 351629 લોકોને સૌથી વધુ મદદ પૂરી પાડવામાં આવી હતી. 2018-19માં 300865, 2017-18માં 272731 અને 2016-17માં 290295 દિવ્યાંગજનોને મદદ પૂરી પાડવામાં આવી હતી. 2020-21માં કોરોનાને કારણે આ સંખ્યા 241492 હતી.
રાજ્ય અનુસાર લાભાર્થીઓની સંખ્યા
ઉત્તર પ્રદેશ- 41107
મહારાષ્ટ્ર- 30057
ગુજરાત- 21633
મધ્ય પ્રદેશ – 20437
પશ્ચિમ બંગાળ – 18312
તમિલનાડુ- 14595
બિહાર- 12985
ઓડિશા – 10526
આંધ્ર પ્રદેશ- 8748
રાજસ્થાન- 6829
(સ્ત્રોતઃ લોકસભામાં રજૂ થયેલા આંકડા)
દિવ્યાંગો માટે ટ્રાઇસિકલ, હિયરિંગ એઇડ, મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલ, વ્હીલ ચેર, કૃત્રિમ હાથ, પગ, ક્રેચ, સેન્સર સ્ટિગ, ફોલ્ડિંગ સ્ટિક, સ્માર્ટ ફોન, વૉકિંગ સ્ટીક, કોકલિયર ઇમ્પ્લાન્ટ માટે મદદ અને અન્ય ઉપકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.