Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક :રાકેશ ટિકૈતે કહ્યું - સિક્યુરિટીમાં ક્ષતિ કે ખેડૂતોનો રોષ છે !!:તપાસ જરૂરી:ભાજપની ભૂલને કારણે રેલી રદ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી આ ક્ષતિ માટે રિપોર્ટ માંગ્યો :જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા હાકલ કરી

પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને-સામને છે. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે  સિક્યુરિટીમાં ક્ષતિ છે કે ખેડૂતોનો રોષ છે તેની તપાસ થવી જરૂરી છે.

ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા ટિકૈતે કૂ પર લખ્યું, “પીએમ મોદીની સુરક્ષામાં ભાજપની ભૂલને કારણે રેલી રદ કરવાની વાત થઈ રહી છે. બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ખાલી ખુરશીઓની વાત કરીને પીએમને પરત કરવાનો દાવો કરી રહ્યા છે. હવે રિટર્ન સિક્યુરિટીમાં ક્ષતિ છે કે ખેડૂતોનો રોષ છે તેની તપાસ થવી જરૂરી છે.

પંજાબના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ખામી સર્જાઈ હતી, જ્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ તેઓ જે માર્ગ પરથી પસાર થવાના હતા તે રસ્તો બંધ કરી દીધો હતો જેના લીધે કાફલો 10 મિનિટ સુધી અટવાઇ ગયો હતો,જેના કારણે વડાપ્રધાનના કાફલાને પરત ફરવું પડ્યું હતું. બાદમાં, ફિરોઝપુરમાં તેમની એક પ્રસ્તાવિત રેલી અને વિકાસ યોજનાઓના શિલાન્યાસને લગતો કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો. આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી આ ક્ષતિ માટે રિપોર્ટ માંગ્યો છે અને તેના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા હાકલ કરી છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન મોદીની રેલી જો ભીડ ન આવે તો સુરક્ષામાં ખામીના બહાને રદ્દ કરવામાં આવી હતી. બીજી તરફ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પંજાબની કોંગ્રેસ સરકાર પર કટાક્ષ કર્યો અને આરોપ લગાવ્યો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં હારના ડરથી તેણે વડાપ્રધાનના કાર્યક્રમોને નિષ્ફળ બનાવવાનો તમામ પ્રયાસ કર્યો છે

(11:13 pm IST)