Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કોરોનાનો કહેર વધતા 27મો કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ રદ કરાયો

વર્ચ્યુઅલ મોડમાં ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવાનું નક્કી કરાયા બાદ આખરે સંપૂણપણે રદ કરવાનો નિર્ણય

કોલકતા :27મો કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (KIFF), જે 7 થી 14 જાન્યુઆરી દરમિયાન થવાનો હતો, તે પશ્ચિમ બંગાળમાં હાલની કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ સામાન્ય રીતે વર્ચ્યુઅલ મોડમાં ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવાનું નક્કી કરીને KIFF એક મિની-મેટર હશે તેવી જાહેરાત કર્યાના એક દિવસ બાદ આ નિર્ણય આવ્યો.

પશ્ચિમ બંગાળના સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ઈન્દ્રનીલ સેને એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે શહેરમાં જ્યાં KIFF યોજાશે તે 10 સ્થળોએ 50 ટકા ભીડ હશે. પરંતુ હવે આ ફિલ્મ ફેસ્ટિવલ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી 7 જાન્યુઆરીના રોજ રાજ્ય સચિવાલયમાંથી વર્ચ્યુઅલ મોડ પર ઉત્સવનું ઉદ્ઘાટન કરવાના હતા અને સત્યજીત રેની ક્લાસિક ‘અરન્યેર દિન રાત્રી’ 50 ટકા ક્ષમતા સાથે રવીન્દ્ર સદનમાં ઉદ્ઘાટન ફિલ્મ તરીકે પ્રદર્શિત થવાની હતીફિલ્મ ફેસ્ટિવલના આઠ દિવસ દરમિયાન 200 શોમાં 41 વિદેશી દેશોની 46 ફિલ્મો સહિત કુલ 161 ફિલ્મો પ્રદર્શિત થવાની હતી.

(11:28 pm IST)