Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મહાત્મા ગાંધીને દેશદ્રોહી કહ્યા હતા

ગાંધીજીને દેશદ્રોહી કહેનારા તરૂણ મોરારીએ માફી માગી

કથાકારનો લૂલો બચાવ, એક પત્રકારે મને ભાવાવેશમાં એવુ નિવેદન અપાવી દીધું હતું કે જે મારે ના કહેવું જોઈએ

નવી દિલ્હી, તા.૫: મહાત્મા ગાંધીને દેશદ્રોહી કહેનારા ભાગવથ કથાકાર તરુણ મોરારી બાપુ હવે બેકફૂટ પર આવી ગયા છે. તેમણે મહાત્મા ગાધીજીના અપમાન બદલ માફી માંગી છે.તેમણે કહ્યુ હતુ કે, એક પત્રકારે મને ભાવાવેશમાં એવુ નિવેદન અપાવી દીધુ હતુ કે જે મારે ના કહેવુ જોઈએ. તરુણ મોરારી બાપુનુ કહેવુ છે કે, મહાત્મા ગાંધીજી અંગે આખો દેશ જાણે છે અને તેમનુ અપમાન કરવાનો મારો ઈરાદો નથી.મારા નિવેદનથી કોઈની લાગણી ઘવાઈ હોય તો હું માફી માફી માંગુ છું.
ભાગવત કથાકાર તરુણ મોરારી બાપૂએ મહાત્મા ગાંધીજીને દેશદ્રોહી ગણાવીને કહ્યુ હતું  કે, જેમણે દેશના ટુકડા કર્યા તે રાષ્ટ્રપિતા કેવી રીતે હોઈ શકે..તેમણે એક ભાગવત કથા દરમિયાન આ નિવેદન આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે, ગાંધીજીએ  જીવતા જીવ દેશના બે ટુકડા કર્યા હતા એટલે તેમને દેશદ્રોહી ગણવા જોઈએ. બીજી તરફ પોલીસે આ નિવેદન બાદ તરુણ મોરારી બાપૂ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.તેમની સામે સંખ્યાબંધ કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. આ પહેલા કોંગ્રેસે કથાકારના નિવેદનનો વિરોધ કરીને કાર્યવાહી કરવા માટે પોલીસને આવેદનપત્ર આપ્યુ હતુ.એ પછી પોલીસે કાર્યવાહી કરી છે.

 

(12:00 am IST)