Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ચૂંટણી પંચ આજે ૫ રાજયમાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છેઃ યુપીમાં ૮ તબક્કામાં મતદાન શકય

ચૂંટણી પંચે તમામ ચૂંટણી રાજયોની સમીક્ષા બેઠક યોજીને તારીખ લગભગ આખરી કરી દીધી છે

નવી દિલ્હી, તા.૬: ઉત્ત્।ર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજયોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ કોઈપણ સમયે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચ ગુરુવારે અથવા આગામી થોડા દિવસોમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.

વાસ્તવમાં ચૂંટણી પંચે તમામ ચૂંટણી રાજયોની સમીક્ષા બેઠક યોજીને તારીખ લગભગ નક્કી કરી લીધી છે. આવી સ્થિતિમાં જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચૂંટણી પંચ ગુરુવારે પાંચ રાજયોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

અહેવાલો અનુસાર, ઉત્ત્।ર પ્રદેશમાં ૮ તબક્કામાં મતદાન યોજવામાં આવી શકે છે, જયારે પંજાબમાં ૩ તબક્કામાં મતદાનની જાહેરાત શકય છે. આ સિવાય ચૂંટણી પંચ મણિપુરમાં બે તબક્કામાં, ગોવા અને ઉત્ત્।રાખંડમાં એક-એક તબક્કામાં મતદાન યોજવાની જાહેરાત કરી શકે છે. મળતી માહિતી મુજબ, ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની તારીખોની જેમ આ વખતે પણ ફેબ્રુઆરી અને માર્ચના પહેલા સપ્તાહમાં ચૂંટણી પૂર્ણ થઈ શકે છે. ઉત્ત્।ર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ મે ૨૦૨૨માં સમાપ્ત થઈ રહ્યો છે, જયારે અન્ય ચાર રાજયોની વિધાનસભાઓનો સમય માર્ચ ૨૦૨૨માં અલગ-અલગ તારીખે સમાપ્ત થઈ રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણી એવા સમયે યોજાઈ રહી છે જયારે દેશમાં કોરોનાના ત્રીજા મોજાનો ખતરો છે. મુંબઈ-દિલ્હી જેવા શહેરો પહેલાથી જ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી પીડિત છે. હવે અન્ય શહેરો પણ જોખમમાં છે. કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે દેશભરમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

આને ધ્યાનમાં રાખીને, ભારતીય ચૂંટણી પંચ પાંચ રાજયોમાં ચૂંટણી દરમિયાન કોવિડ પ્રોટોકોલને વધુ કડક કરી શકે છે. આ સિવાય પંચ ચૂંટણી રેલીઓના નિયમોને પણ કડક કરી શકે છે. પંચે કહ્યું છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને રસીકરણ કરાવવું જરૂરી રહેશે. આ સિવાય, ચૂંટણીના અધિકારને કારણે મતદારો પર રસીકરણની ફરજિયાત આવશ્યકતા પંચ લાદશે નહીં.

(10:06 am IST)