Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

વિશ્વમાં કોરોનાની સૂનામીઃ નવા ૨૫ લાખ કેસ

આ મહામારીએ સમગ્ર દુનિયાને ભરડામાં લીધી છેઃ યુરોપ સહિત અનેક દેશોમાં કોરોનાના લીધે ભયાવહ સ્થિતિ જોવા મળે છે

નવી દિલ્હી, તા.૬: વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ફરી એકવાર આ મહામારીએ સમગ્ર દુનિયાને ભરડામાં લીધી છે. યુરોપ સહિત અનેક દેશોમાં કોરોનાના લીધે ભયાવહ સ્થિતિ જોવા મળે છે. છેલ્લા ૨૪ કલાકના સત્તાવર આંકડાકીય માહિતી પર નજર નાંખીએ તો આંકડા ચોકાવનાર છે. એક જ દિવસમાં અમેરિકામાં ૧૮૦૦ લોકોના મોત નિપજયા છે. અને એકિટવ કેસ દોઢ કરોડને પાર જોવા મળે છે. ફ્રાન્સની સ્થિતિ પણ ગંભીર છે, અહીંયા કોરોનાના ૩.૩૨ લાખ કેસ જોવા મળ્યા છે અને એકટિવ કેસ ૨૫ લાખની નજીક પહોચ્યા છે. ઇંગ્લેન્ડમાં ૧,૯૪ લાખ કેસ નોંધાયા છે,જયારે એકિટવ કેસ ૩૧ લાખને પાર જોવા મળ્યો છે, ઇટાલીમાં ૧,૮૯ કેસ,સ્પેન ૧,૩૭ લાખ,ઓર્જેન્ટિનામાં ૯૫ હજાર કેસ,તુર્કીમાં ૬૬ હજાર, ઓસ્ટ્રેલિયામાં ૬૪ હજાર કેસ નોંધાયા છે.(૨૩.૧૩)

૨૪ કલાકમાં વિશ્વમાં રેકોર્ડ ૨૫ લાખ કેસ

એકલા શ્લ્માં ૨૪ કલાકમાં જ ૭ લાખ કેસ

૨૪ કલાકમાં USમાં ૧,૮૦૦થી વધુના મોત

USમાં એકિટવ કેસ હવે દોઢ કરોડને પાર

કોરોનાના સુપર સ્ટોર્મમાં ફસાયું ફ્રાન્સ

ફ્રાન્સમાં ૨૪ કલાકમાં જ ૩.૩૨ લાખ કેસ

ફ્રાન્સમાં એકિટવ કેસ ૨૫ લાખની નજીક

UKમાં ૨૪ કલાકમાં ૧.૯૪ લાખ નવા કેસ

UKમાં એકિટવ કેસ હવે ૩૧ લાખને પાર

ઇટાલીમાં ૨૪ કલાકમાં ૧.૮૯ લાખ કેસ

સ્પેનમાં ૨૪ કલાકમાં ૧.૩૭ લાખ નવા કેસ

આજર્િેન્ટનામાં ૨૪ કલાકમાં ૯૫ હજાર કેસ

તુર્કીમાં ૨૪ કલાકમાં ૬૬ હજાર નવા કેસ

ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો મહા કોહરામ

૨૪ કલાકમાં જ નોંધાયા ૬૪ હજાર કેસ

(10:38 am IST)