Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સુપ્રીમ કોર્ટ : SC-ST કોઈ બીજા રાજયમાં નોકરી, જમીન માટે છૂટનો દાવો ના કરી શકે

નવી દિલ્હી, તા.૬: સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે એક રાજયની અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ બીજા રાજયમાં સ્થળાંતર દરમિયાન રોજગાર, શિક્ષણ અથવા જમીનની ફાળવણીમાં સમાન લાભોનો દાવો કરી શકતી નથી.

જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે રાજસ્થાન હાઈકોર્ટના ૨૦૧૧ના આદેશ સામે ભદર રામની અપીલ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે SC વ્યકિતની જમીનનું વેચાણ રાજસ્થાન ટેનન્સી એકટ, ૧૯૫૫ના કલમ-૪૨નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અપીલકર્તા અનુસૂચિત જાતિ અને પંજાબનો કાયમી નિવાસી હોવાના કારણે રાજસ્થાનમાં જમીન વિહોણા અનુસૂચિત જાતિઓને ફાળવવામાં આવેલી જમીનની ખરીદીમાં લાભનો દાવો કરી શકે નહીં.

(10:39 am IST)