Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

શેરબજારને કોરોનાનું ગ્રહણ લાગ્યુઃ ૭૦૦ પોઈન્ટનું ગાબડુ પડયું

મુંબઈઃ આજે શેરબજારમાં કોહરામ મચી ગયો છે. ભારે વેચવાલી વચ્ચે સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ ગાબડા પડયા છે. ૧૦.૧૫ કલાકે સેન્સેકસ ૭૦૬ પોઈન્ટ ઘટીને ૫૯૫૧૬ તથા નિફટી ૧૯૬ પોઈન્ટ ઘટીને ૧૭૭૨૮ ઉંપર ટ્રેડ કરે છે. ફેડરલ રીઝર્વ અને કોરોનાના કેસને કારણે બજાર તૂટયુ છે. બજારને ડર છે કે ફેડરલ રીઝર્વ અનુમાન પહેલા વ્યાજ દર વધારવાનું શરૂ કરી શકે છે. અમેરિકાની બજારો પણ ગઈકાલે તૂટી હતી. આજે એશીયાના બજારોમાં પણ તૂટયા અને તેની અસર ભારતીય શેરબજાર ઉંપર પડી છે.

 

(10:39 am IST)