Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

બ્રિટનમાં ઓમિક્રોનનો કહેર : ૨૦માંથી ૧ વ્યકિત કોરોનાનો શિકાર : લંડનની સ્થિતિ ચિંતાજનક

યુકેમાં અંદાજિત ૩૭ લાખ લોકો વાયરસનો શિકાર થઇ ચૂકયા છે

લંડન તા. ૬ : કોરોનાના નવા વેરિએન્ટ 'ઓમિક્રોન'ની બ્રિટનમાં ભારે અસર પડી છે. આંકડા મુજબ બ્રિટનમાં ૨૦માંથી એકથી વધારે લોકોને કોરોના થઈ ચૂકયો છે. આ આંકડા વર્ષ ૨૦૨૧ના અંતિમ અઠવાડિયાના છે. ખાસ વાત એ છે કે દર્દીની સંખ્યાથી લંડનની સ્થિતિ વધારે ખરાબ નજરે પડી રહી છે. હાલમાં જ પીએમ બોરિસ જોનસને ઈંગ્લેન્ડમાં કોરોનાની તપાસ સાથે જોડાયેલા નિયમો જારી કર્યા છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિકસનું કહેવું છે કે યૂકેમાં અંદાજિત ૩૭ લાખ લોકો વાયરસનો શિકાર થઈ ચૂકયા છે. કેમ કે દેશમાં ઓમિક્રોનના કેસ વધી ગયા હતા. ગત અઠવાડિયે આ સંખ્યા ૨૩ લાખને પાર થઈ હતી. ઓએનએસના જણાવ્યાનુંસાર લંડનમાં ૧૦માંથી એકને કોવિડ થઈ ચૂકયો છે. ત્યારે ઈંગ્લેન્ડમાં અંદાજિત રુપથી ૧૫માંથી એક વ્યકિતને કોરોના થઈ ચૂકયો છે. ONSએ કહ્યુ હતુ ૩૧ ડિસેમ્બરે ૨૦૨૧એ ખતમ થયેલા અઠવાડિયામાં ઈંગ્લેન્ડમાં તમામ ઉંમરના લોકોને કોરોના સંક્રમણ દર વધવાનો જારી છે. સ્કૂલની ઉંમરના બાળકો અને યુવાનોમાં ઉચ્ચ દર જોવા મળવાનો બાકી છે.

સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્ત્।રી આયરલેન્ડમાં સરકારે હાલમાં જ કેટલાક પ્રતિબંધોનું એલાન કર્યુ છે. અહીં ૨૦માંથી એક અને ૨૫માંથી એક વ્યકિત સંક્રમિત થઈ ચૂકયો છે. ખાસ વાત એ છે કે પીએમ જોનસનની નવી જાહેરાત બાદ ઈંગ્લેન્ડમાં ૧૧ જાન્યુઆરીથી પોઝિટિવ આવેલા એસિમ્ટોમેટિક લોકોને પીસીઆર ટેસ્ટની જરૂર નહીં રહે. આ વાતની જાણકારી યૂકે હેલ્થ સિકયુરિટી એજન્સીએ આપી છે.

ત્યારે લેટરલ ફલો ડિવાઈસ પર પોઝિટિવ આવનારે સેલ્ફ આઈસોલેટ થવાનું રહેશે. આ વ્યવસ્થા આજે સ્કોટલેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ છે. જો કે પીએમ જોનસને ઈંગ્લેન્ડમાં મોટા પ્રતિબંધોની જગ્યાએ રસીકરણ કાર્યક્રમ પર ધ્યાન લગાવ્યું છે. આંકડા મુજબ આ ૧૨ વર્ષથી વધારે ૬૦ ટકાને અત્યાર સુધીમાં બૂસ્ટર ડોઝ મળી ગયો છે. યુકેના અન્ય વિસ્તારોમાં કોરોનાના પ્રતિબંધોને કડક કરવામાં આવ્યા છે. એડિનબર્ગ, કાર્ડિફ અને બેલફાસ્ટમાં સરકારોએ ક્રિસમસ બાદ મોટા કાર્યક્રમોને લઈને નિયમ જારી કર્યા છે.

(10:44 am IST)