Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

એન્જીનિયરીંગ કોલેજ ફી વસુલવામાં મનમાની કરી શકશે નહી

પહેલેથી અંતિમ વર્ષ સુધી ફી સમાન જ રખાશે : સમિતિએ રિપોર્ટ સરકારને સોંપ્યો

નવી દિલ્હી તા. ૬ : એન્જીનિયરીંગ, આર્કિટેકચર, મેનેજમેન્ટ અને ફાર્મસી કોલેઝવે મનમાની રીતે ફી વસૂલી શકે નહીં. કેન્દ્ર સરકાર નવી શિક્ષા નીતિ હેઠળ સત્ર ૨૦૨૨-૨૩થી ટેકિનકલ સંસ્થાઓની ફી લઇ શકશે નહીં. ફીનું માળખું નક્કી કરવા માટે ગઠિત પૂર્વ જસ્ટિસ શ્રી ક્રૃષ્ણનકમિટીએ ડિસેમ્બરમાં તેમનોરીપોર્ટસરકારને સોંપી દીધો છે. સમિતિની ભલામણો પર વિચાર માટે સરકારે આ રિપોર્ટ અન્ય વિશેષજ્ઞ કમિટીને મોકલી છે.

એઆઈસીટીઇટેકિનકલી કોલેજોની ફીનુંમાળખું નક્કી કરે છે. ટેકિનકલી સંસ્થાઓની ફી શિક્ષકોને મળતા પગાર, માળખું, સીટ કોર્સ સહિત અન્ય સુવિધાઓના આધાર પર નક્કી કરવામાં આવશે. તેનાથી કેપિટેશન ફી પર પણ રોક લાગશે. સત્ત્।ાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, માર્ચમાં નવો નિયમ લાગુ થઇ શકે છે.

સરકાર ઈચ્છે કે ફી નિર્ધારણથી કોલેજ, વિદ્યાર્થી અથવા કોઈનું પણ નુકશાન થવું જોઈએ નહીં. રિપોર્ટમાં પહેલા વર્ષથી માંડીને અંતિમ વર્ષ સુધી ફીનું માળખું એક રાખવાની વાત કહેવામાં આવી છે. હાલમાં ફીનું માળખું દરેક રાજયમાં અલગ અલગ છે. કેન્દ્ર અને રાજય સરકારોના સંસ્થાનોનીફીમાં પણ એકરૂપતા નથી. કોઈ નક્કી કરેલીકિંમત નહીં હોવાથી કોલેજ વર્ષની દોઢ લાખથી વધુ રૂપિયા સુધીની ફી વસુલ કરે છે. તેનાથી વિદ્યાર્થીઓને પરેશાની થાય છે.

એઆઈસીટીઇ આવતા વર્ષથી ટેકિનકલ કોલેજોનીફીની નિયમિત નિગરાની કરશે. જો કોઈ કોલેજના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. સમય સમય પર કોલેજોના શિક્ષકોનેઅપાતા પગારની પણ તપાસ થશે. તેમાં એ માલુમ લગાવામાંઆવ્યું છે કે અનેક સંસ્થાઓએ ફી વધવાના કારણે શિક્ષકોના પગારનીખોટી જાણકારી તો આપી નથી.

(11:24 am IST)