Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

આવતીકાલે થશે સુનાવણી

પીએમ મોદીની સુરક્ષા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હી તા. ૬ : પીએમ મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, તે આવતીકાલે આ મામલે સુનાવણી કરશે.

પીએમ મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, તે આવતીકાલે આ મામલે સુનાવણી કરશે. કોર્ટે અરજદારને અરજીની નકલ પંજાબ સરકારને સોંપવા કહ્યું હતું. વરિષ્ઠ વકીલ મંદિર સિંહે ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો ઉઠાવ્યો હતો, મનિન્દર સિંહે કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી કરવી જોઈએ.

પ્રધાનમંત્રી મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં એક મોટી ચૂક થતા ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનાની ગંભીર નોંધ લેતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે ઙ્ગપ્રધાનમંત્રી મોદી પંજાબના બઠિંડા અને ફિરોજપુરમાં રેલીને સંબોધિત કરવાના હતા. હુસૈનવાલામાં નેશનલ માર્ટર મેમોરિયલથી લગભગ ૩૦ કિલોમીટર દૂર એક ફલાયઓવર પર પ્રધાનમંત્રીનો કાફલો પહોંચ્યો ત્યારે ફલાયઓવરથી થોડે દૂર કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા રોડને બ્લોક કરેલો જોઈને લ્ભ્ઞ્ હરકતમાં આવી ગઈ હતી અને લગભગ પ્રધાનમંત્રી મોદી તથા તેમના કાફલાને લગભગ ૨૦ મિનિટ સુધી ફલાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું.

(1:08 pm IST)