Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

૪.૧૮ ટકા મોંઘુ થયુ ટર્મ વીમાનું પ્રીમીયમ

સીગારેટ પીનારાઓએ ચુકવવી પડશે દોઢ ગણી રકમ

નવી દિલ્‍હી, તા.૬: કોરોના મહામારીના જોખમ અને વધી રહેલી માંગના દબાણમાં વીમા કંપનીઓ ટર્મ ઇન્‍સ્‍યોરન્‍સના પ્રીમીય સતત વધારતી જાય છે. ડીસેમ્‍બર ત્રિમાસીકમાં પણ ટર્મ ઇન્‍સ્‍યોરન્‍સનું પ્રીમીયમ ૪.૧૮ ટકા વધી ગયું છે, જયારે પહેલા ત્રિમાસીકથી ચોથા ત્રિમાસીક સુધીમાં પ્રીમીયમોમાં કુલ ૯.૭૫ ટકા વધારો થયો છે.
ઓનલાઇન વીમા એગ્રીગેટર પોલીસી એકસ ડોટ કોમે એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે કિંમતના હિસાબે ૨૦૨૧ના પહેલા  ત્રીમાસીક અને ચોથા ત્રીમાસીક વચ્‍ચે પ્રીમીયમમાં ૯.૭૫ ટકાનો વધારો થઇ ચૂકયો છે. પોર્ટલના સીઇઓ નવલ ગોયલે જણાવ્‍યું કે મહામારીના જોખમોને ધ્‍યાનમાં રાખીને ટર્મ વીમાની માંગ સતત વધી રહી છે.
સાથે જ, પોલીસી કલેઇમમાં પણ વધારો થયો છે જેની અસર કંપનીઓની કમાણી પર પડી છે. તેની ભરપાઇ માટે કંપનીઓ સતત ભાવ વધારો કરી રહી છ.ે પાંચ મુખ્‍ય વીમા કંપનીઓમાંથી ત્રણે ડીસેમ્‍બર ત્રિમાસીકમાં ૦.૯ ટકાથી ૧૩.૪ ટકા સુધી ભાવ વધાર્યા છે. બે કંપનીઓએ પોતાના ભાવ જાળવી રાખ્‍યા છે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે વીમા કંપનીઓ ધૂમ્રપાનને આરોગ્‍ય માટે મોટુ જોખમ ગણે છે અને સીગારેટ પીનારાઓ પાસેથી વધારે પ્રીમીયર પણ વસૂલે છે. સરખી વયના સીગારેટ પીનાર વ્‍યકિતએ ટર્મ વીમા પ્રીમીયમ ૫૦.૫ ટકા વધારે ચુકવવું પડે છે. મહિલાઓના કેસમાં આ રકમ ૪૯.૫ ટકા વધે છે. આનો અર્થ એ છે છે કે ગ્રાહકની તંદૂરસ્‍તી પર જોખમ જેટલું વધારે હશે, કંપનીઓ તેના પ્રમાણમાં પ્રીમીયમની રકમ પણ વધારે લેશે. તેમાં ઉંમર અને જાતિની પણ મોટી ભૂમિકા રહે છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ટર્મ વીમા પ્રીમીયમ જેટલું જલ્‍દી ખરીદવામાં આવે એટલો સસ્‍તો પડે. જો કોઇ ૨૫ વર્ષનો ગ્રાહક ટર્મ વીમો ખરીદવામાં ૧૦ વર્ષ મોડું કરે તો તેણે ૪૮.૯ ટકા વધારે ખર્ચ કરવા પડશે. આવી જ રીતે ૩૫ વર્ષની વ્‍યકિત ૧૦ વર્ષ મોડુ કરે તો તેણે ૭૭.૬ ટકા અને ૪૫ વર્ષના ગ્રાહકો ૮૦.૮ ટકા વધારે રકમ ચૂકવવી પડશે. એટલે ટર્મ વીમાનો પુરો લાભ ઉઠાવવા માટે જેટલું બને તેટલું જલ્‍દી પ્‍લાન ખરીદવો જોઇએ.

 

(2:27 pm IST)