Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો. ભારતી પ્રવીણ પવારનો કોરોના રીપોર્ટ પોઝિટિવ

ટ્વિટ કરીને આપી માહિતી : સેલ્ફ આઇસોલેટ થયા

નવી દિલ્હી તા. ૬ : કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમણે પોતાને સેલ્ફ આઇસોલેટ કરી લીધા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેઓ પોતે પણ MBBS ડોકટર છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ડોકટર્સ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે અને એવામાં વધુ એક મંત્રી અને ડોકટર એવા ડો. ભારતી પોતે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

પોતાને આઇસોલેટ કર્યા તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમણે પોતાને સેલ્ફ આઇસોલેટ કરી લીધા છે અને તેમણે તેઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરાવવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે લોકોને કોરોનાથી બચવા માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું હતું. મુંબઈમાં ડોકટરો કોરોનાની રડારમાં, ૩ દિવસમાં ૨૩૦ ડોકટરો સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે. તો સામે હરિયાણામાં પણ ડોકટરો મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ થઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અસોસિએશન ઓફ રેસિડન્ટ ડોકટર્સના અધ્યક્ષ અને જજે હોસ્પિટલના ડો. ગણેશ સોલંકે જણાવ્યું કે મુંબઈના વિભિન્ન હોસ્પિટલોમાં ગત ૩ દિવસોમાં કુલ ૨૩૦ રેસિડન્ટ ડોકટર કોરોના પોઝિટિવ થયા છે. આ ઉપરાંત બૃહદ મુંબઈ ઈલેકિટ્રક સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના વધુ ૬ કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. આની પહેલા બેસ્ટના ૬૦ કર્મચારીઓ કોરોના ગ્રસ્ત મળ્યા હતા.

(2:50 pm IST)