Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

હોંગકોંગમાં કોવિડની પાંચમી લહેર આવી ચૂકી છે

હોંગકોંગે ભારત સહિત ૮ દેશની ફ્લાઇટ પર મૂકયો પ્રતિબંધ

હોંગકોંગ, તા.૬: કોવિડ-૧૯ના ઓમિક્રોન સ્વરૂપના વધતા કેસને ધ્યાનમાં રાખતા હોંગકોંગે બુધવારે ભારત અને સાત અન્ય દેશોથી ફ્લાઇટ પર ૨૧ જાન્યઆરી સુધી પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી.

'સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટ' પ્રમાણે, હોંગકોંગની મુખ્ય કાર્યકારી અધિકારી કૈરી લામ ચેંગ યૂએટ-નગોરે કહ્યું કે ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, ફિલીપીન, બ્રિટેન અને અમેરિકાથી પ્રવાસી ફ્લાઇટ પર બે અઠવાડિયાનો પ્રતિબંધ શનિવારથી પ્રભાવી રહેશે. કોવિડ-૯૧ના કેસમાં વધારાને કારણે હોંગકોંગે ફરીથી અને પ્રતિબંધોની જાહેરાત કરી છે.

કૈરી લામે કહ્યું કે બે અઠવાડિયા માટે સાંદે છ વાગ્યા પછી રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવશે. આ સમય દરમિયાન રમતના મેદાન, બાર અને બ્યૂટિ સેલો પણ બંધ રહેશે. લામે કહ્યું કે સમુદાય વચ્ચે સંક્રમણ ઝડપતી ફેલાવાની શકયતાને કારણે કડક નિયમો લાગૂ પાડવા જરૂરી છે. લામે કહ્યું, 'મહામારીની સ્થિતિમાં ઝડપથી પરિવર્તન થયું છે જેથી અમે ચિંતિત છીએ. અમે આજે સંક્રમણની કડીને તોડવા માટે ઝડપી, નિર્ણાય અને સટીક ઉપાયોની જાહેરાત કરશું.

જે પ્રવાસી તાજેતરમાં જ સંબંધિત દેશોમાં ગયા હતા ત્યાંથી તે બીજી જગ્યાએ ગયા, તેમને બે અઠવાડિયા માટે હોંગકોંગ પાછા ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. લામે આશા વ્યકત કરી છે કે આ પગલાથી સમુદાય વચ્ચે ઓમિક્રોન સ્વરૂપના સંક્રમણને અટકાવવામાં મદદ મળશે.

અગ્રણી માઇક્રોબાયોલોજિસ્ટ પ્રોફેસર યૂએન કવોક-યુંગે કહ્યું કે કોવિડ-૧૯ની પાંચમી લહેર 'તેકિનકલ રૂપે' આવી ગઈ છે. હોંગકોંગમાં બુધવારે કોવિડ-૧૯ના ૩૮ કેસ આવવાથી સંક્રમિતોની કુલ સંખ્યા ૧૨,૭૯૯ થઈ ગઈ અને સંક્રમણથી અત્યાર સુધી ૨૧૩ લોકોના નિધન થયા છે.

(2:51 pm IST)